Jai Hind

દીવની બુચરવાડાની શાળાના શિક્ષિકાને નવાચાર મેળામાં પ્રથમ પુરસ્કાર મળ્યો

પએક કહાની સાહિત્ય કે નવ રસ કીએથ ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

દીવ માં શિક્ષણ નિયામકની દિશા નિર્દેશ મુજબ દીવ જિલ્લા શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા દ્વારા ’નવાચાર મેળા’નું આયોજન વર્ગખંડ શિક્ષણને વધુ પ્રભાવી બનાવવા તથા બાળકોને સહજતાથી અભ્યાસક્રમ સમજાવવાની નવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ મેળામાં દીવ જિલ્લાના પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીના શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોત-પોતાના નવાચારી મોડેલ રજૂ કર્યા હતા. આ ’નવાચાર મેળા’માં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડાના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર થી પુરસ્કૃત વરિષ્ઠ શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્માર્ટે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વર્ગની શ્રેણીમાં સુ સ્માર્ટ દ્વારા રજૂ કરાયેલ નવાચારી મોડેલ એક કહાની સાહિત્ય કે નવ રસ કીને ગુજરાતનાં ગીરસોમનાથ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલ અને પ્રધાપકોનાં નિર્ણાયક મંડળ દ્વારા પ્રથમ સ્થાન માટે પસંદ કરવામાં આવ્યું. આ પ્રયુક્તિ વર્ગખંડમાં બાળકોને સાહિત્યના નવ રસોને સરળ, સહજ અને પ્રભાવી પદ્ધતિથી સમજાવવા પર આધારિત છે, જેથી અભ્યાસક્રમ વધુ રોચક અને બોધગમ્ય બને છે.