Jai Hind

પતિ અને સાસુની હત્યાના ડબલ મર્ડર કેસમાં આરોપીની ફાંસીની સજા હાઈકોર્ટે રદૃબાતલ ઠરાવી

ટ્રાયલ કોર્ટે કાયદૃાની અવગણના કરી માત્ર અનુમાનના આધારે આરોપીન્ો દૃોષિત ઠરાવતો ચુકાદૃો આપ્યો હતો : હાઈકોર્ટ

એક મહિલાના પતિ અન્ો ત્ોની સાસુની હત્યાના ડબલ મર્ડરના ચકચારભર્યા કેસમાં એક આરોપીની ફાંસીની સજા ગુજરાત હાઈકોર્ટે રદૃબાતલ ઠરાવી ત્ોની મોટી રાહત આપી હતી. હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ જે. વોરા અન્ો જસ્ટિસ આર. ટી. વાચ્છાનીની ખંડપીઠે જણાવ્યું હતું કે, ફરિયાદૃપક્ષ ચોક્કસ પ્ાૂરાવાઓ સાથે કેસ પ્ાૂરવાર કરવામાં નિષ્ફળ રહૃાો છે. ટ્રાયલ કોર્ટે કાયદૃાની અવગણના કરીન્ો માત્ર અનુમાન અન્ો અનુમાનના આધારે આરોપીન્ો દૃોષિત ઠરાવતો અન્ો સજા સંભળાવતો ચુકાદૃો આપ્યો હતો.
હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું હતું કે, જ્યારે કેસ સંજોગોના પ્ાૂરાવા પર આધારિત હોય છે ત્યારે સંજોગો ગમે ત્ોટલા મજબ્ાૂત હોય પરંતુ પ્ાૂરાવાનું સ્થાન લઈ શકતો નથી અન્ો કોઈન્ો શંકાના આધારે દૃોષિત ઠરાવી શકાય નહીં.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અદૃાલત કેસના ગુનાની ગંભીરતાથી વાકેફ છે કારણ કે, આ ડબલ મર્ડરનો ચકચારભર્યો કેસ છે. પરંતુ ફોજદૃારી ન્યાયશાસ્ત્રના સિધ્ધાંત મુજબ, આરોપી દૃોષિત સાબિત ના થાય ત્યાં સુધી ત્ોન્ો નિર્દૃોષ માનવામાં આવે છે અન્ો ત્ોન્ો દૃોષિત સાબિત કરવાનો બોજો ફરિયાદૃપક્ષ પર હોય છે. પ્રસ્તુત કેસમાં ફરિયાદૃપક્ષ વિશ્ર્વસનીય અન્ો ચોક્કસ પ્ાૂરાવાઓના આધાર પર આરોપીના અપરાધન્ો પ્ાૂરવાર કરવામાં ત્ોમજ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહૃાો છે.
કેસની વિગતો મુજબ, મૃતક કંચનબ્ોન અન્ો ત્ોમનો પુત્ર વિપુલભાઈ અમદૃાવાદૃમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. વિપુલભાઈના લગ્ન સુજાતા નામની યુવતી સાથે થયા હતા અન્ો ત્ોમન્ો એક પુત્રી પણ હતી. કંચનબ્ોન ત્ોમની પુત્રવધૂ સુજાતા સાથે હોસ્પિટલમાં સારવાર માટે અવાર-નવાર જતા હતા ત્ો દૃરમ્યાન પુત્રવધૂ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર એવા બળદૃેવ બુધાજી ચૌહાણ (ઠાકોર)ના સંપર્કમાં આવતાં બંન્ો વચ્ચે આપ-લે અન્ો સોશ્યલ મીડિયા મારફત્ો પરિચય આગળ વધ્યો હતો.
બાદૃમાં બંન્ો વચ્ચે અફેર હોવાનો આરોપ લાગ્યો હતો. આ વાતની જાણ થઈ જતાં પતિ વિપુલભાઈ અન્ો સાસુ કંચનબ્ોન્ો સુજાતાનો વિરોધ કર્યો હતો અન્ો ઘર છોડી દૃેવા જણાવ્યું હતું. જેથી ત્ો ત્ોના પિતાના ઘરે ચાલી ગઈ હતી.
પોતાની પ્રેમિકાન્ો ઘરમાંથી કાઢી મૂકાયા બાબતની અદૃાવત રાખી આરોપી કમ્પાઉન્ડર બળદૃેવભાઈ ચૌહાણે ગત તા.૩-૬-૨૦૧૭ના રોજ સુજાતાના સાસુ કંચનબ્ોન ઘરમાં એકલા હતા ત્યારે ત્ોમની પર કુહાડી વડે હુમલો કર્યો હતો અન્ો ત્ોમન્ો પતાવી દૃીધા હતા. એ જ વખત્ો વિપુલભાઈ ઘરમાં પ્રવેશ કર્યો અન્ો માતાન્ો લોહીથી લથબથ હાલતમાં પોલીથીન બ્ોગમાં લપ્ોટવાનો પ્રયાસ કરી રહૃાો હતો ત્ો દ્રશ્ય જોઈ જતાં આરોપી બળદૃેવભાઈ ચૌહાણે વિપુલભાઈ પર પણ કુહાડી વડે જોરદૃાર હુમલો બોલી દૃીધો હતો અન્ો ઉપરાછાપરી ઘા ઝીંકી ત્ોમની પણ હત્યા કરી નાંખી હતી.
ડબલ મર્ડરના આ ચકચારભર્યા કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપી બળદૃેવભાઈ ચૌહાણન્ો ફાંસીની સજા ફટકારી હતી, જેની સામે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમીનલ અપીલ દૃાખલ કરી હતી. જે મંજૂર રાખતાં હાઈકોર્ટે આ ચુકાદૃો આપ્યો હતો.