Jai Hind

લગ્ન નોંધણી કાનૂનમાં વધુ એક ફેરફારની તૈયારી મેરેજ સર્ટિફિકેટમાં યુગલના ફોટા ફરજિયાત થશે

મેરેજ રજિ. એક્ટ માટે સરકારે માગેલ સુચનોમાં લોકોએ માતા-પિતાને જાણ કરવાની પ્રસ્તાવીત જોગવાઈ સામે વાંધા રજૂ કર્યા

રાજયમાં લગ્ન અને લીવ ઈન સંબંધી કાનુ ો કડક બનાવી રહેલી રાજય સરકારે હવે યુનિફોર્મ સિવિલ કોડ પણ અમલી બનાવવા તૈયારી કરી રહ્યું છે. જે ા નિયમો હવે બની રહ્યા છે તે સાથે હવે સરકારે લગ્ન સર્ટીફિકેટમાં નવ વિવાહીત યુગલનો ફોટો પણ જરૂરી બનાવ્યા છે. ચુંટણી પછી સરકાર યુસીસીને જે વિધાનસભાએ મંજુર કર્યો છે તે અમલી બનાવી રહી છે અને તે ી સાથે આ ફેરફાર પણ અમલી બનશે. રાજય સરકારે આ માટે ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ ટુલ 2006માં ફેરફાર કરશે અને તે ી સાથે આધારની જેમ બાયોમેટ્રીક-ફીચર્સ પણ જરૂરી બનાવવાની તૈયારીએ આધાર ઓથેન્ટીફીકેશનની જેમ જ પ્રક્રિયા થશે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર એ અનેક સરકારી સેવામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેથી હવે તે ે વધુ ચોકકસાઈભર્યુ પ્રમાણીત હોય તે સરકાર અમલ કરવા જઈ રહી છે. જે ાથી બનાવટી- ચેડા કરેલા લગ્ન પ્રમાણપત્ર તુર્તજ શોધી શકાશે. ન્યાયીક કામગીરી જેમકે લગ્ન સાબીત કરવા છુટાછેડા- ભરણપોષણ- સંતાનો પર અધિકાર અને વારસાગત મિલ્કતો વિ.માં લગ્ન પ્રમાણપત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. સરકારે અગાઉ લગ્ન નોંધણીમાં યુગલના માતા-પિતાને જાણ કરવાની એક પ્રક્રિયા અમલી બનાવવા તૈયારી કરી છે. જેમાં સરકારે સૂચનો મંગાવ્યા હતા. 127 લોકોએ સૂચન-વાંધા રજુ કર્યા છે. જેમાં એક યુગલના પાસપોર્ટ ફોટા પણ ફરજીયાત કરવા અને તે પ્રમાણીત થાય તે નિશ્ર્ચિત કરવાનું સૂચન છે. ખાસ કરીને પંચમહાલમાં 4600 બનાવટી લગ્ન નોંધણી સર્ટીફીકેટ બે વર્ષમાં બન્યા હોવાનું જાહેર થયું હતું એટલું જ નહી અનેક ‘નિકાહ’ સર્ટી એવા ગામમાંથી ઈસ્યુ થયા જેમાં લઘુમતી સમુદાયનો એક પણ પરિવાર રહેતો નથી. સરકારને જે સૂચનો મળ્યા છે તેમાં માતાપિ તાની સંમતી વગર લગ્ન કરનાર યુગલને વારસાગત મિલ્કતનો અધિકાર છીનવવા, રજીસ્ટ્રેશન સમયે માતા-પિતાની હાજરી ફરજીયાત કરવા અને ક્ધયાનું રહેણાંક જયાં હોય ત્યાંથી જ લગ્ન સર્ટી. ઈસ્યુ થઈ શકે. તે જોગવાઈ કરવાના સૂચનો આપ્યા છે. જો કે માતા-પિતાની સંમતિ કે હાજરી સામે વાંધો પણ રજુ થયો છે અને જણાવાયુ છે કે પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવામાં વ્યક્તિગત સ્વતંત્રતા બંધારણે આપી છે. સરકાર તે છીનવી શકે નહી તો અત્યાર સુધીની સરળ પ્રક્રિયાને બદલે તેમાં નિયમો જોડવાથી તંત્રમાં ભ્રષ્ટાચાર વધશે અને યુગલની ગુપ્તતાનો પણ ભંગ થશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમ્યાન છોકરા-છોકરીઓના ઘરેથી ભાગી જઇને લગ્ન કરવાના વધતા બનાવો પરથી પાટીદાર સહિતના અનેક સમાજોએ લાલબત્તી ધરી હતી અને આ ટ્રેન્ડ રોકવા સરકારનું પણ ધ્યાન દોર્યુ હતું જે પછી સરકાર દ્વારા લગ્ન નોંધણીના નવા કાયદા લાગુ કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માતા-પિતાની સંમતિથી જ લગ્ન નોંધણીની છુટ આપવા માટેની પણ મહત્વની ભલામણ થઇ હતી. જોકે બંધારણીય મુદ્દાઓને આગળ ધરીને તેનો અમલ મુશ્કેલ હોવાથી સરકારે તેનાથી અંતર જ બનાવી રાખ્યુ હતું અને કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહીને શકય હોય એટલા ફેરફાર કરવા તૈયારી બતાવી હતી.