દેશ અને દુનિયામાં એક માત્ર મતદાતા તરીકે પ્રસિદ્ધ બાણેજ આશ્રમ ના મહંત માટે તંત્ર દ્વારા મતદાન બુથ ઊભું કરશે.આ બુથ પર 100 ટકા મતદાન નોંધાઈ છે
રાજ્ય માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે એક માત્ર મતદાતા તરીકે જાણીતા બનેલા ગીર જંગલ વિસ્તાર માં આવેલ બાણેજ રહેતા અને મતદાર બુથ પર મત આપતાં મહંત ના એક મત માટે ચૂંટણી પંચ લગાવશે આખેઆખુ બુથ
દેશ અને દુનિયા માં એક માત્ર મતદાતા તરીકે પ્રસિદ્ધ બનેલા હરિદાસ બાપુ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે ગીર સોમનાથ જિલ્લા ના ગીરગઢડા તાલુકા ના જામવાળા ગામ થી 20 કિમી અંદર મધ્યગીર માં 5 હજાર વર્ષ જૂનું બાણેજ મહાદેવ નું મંદિર છે જ્યાંના મહંત હરિદાસ બાપુ બાણેજ બુથ ના એક માત્ર મતદાતા છે જેના માટે ચૂંટણી પંચ આખે આખું બુથ ઊભું કરે છે અને હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં પણ મતદાન મથક ઊભું કરવામાં આવશે
અહીં પર 2002 થી એક માત્ર મત માટે મતદાન બુથ લગાવવાની શરૂઆત થઈ છે ભૂતકાળ માં મહંત ભરત દાસ બાપુ અહીં ના એક માત્ર મતદાતા હતા પરંતુ થોડા વર્ષ પહેલા તે દેવ લોક પામતા તેમના શિષ્ય હરિદાસ બાપુ બાણેજ મંદિર ના મહંત છે અને તે હવે અહીં ના એક માત્ર મતદાતા તરીકે ઓળખીતા બન્યા છે…અહીં પર ચૂંટણી પંચ 20 કિમી દૂર જંગલ અંદર આખેઆખું મતદાન બુથ ઊભું કરે છે જેમાં પિસાઇડિંગ ઓફિસર સહિત નો પુરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખે છે
એક માત્ર મતદાતા માટે ચૂંટણી પંચ બુથ ઊભું કરે છે જે વાત પ્રધાન મંત્રી પણ વિદેશ માં જય કહી ચૂક્યા છે પરંતુ આ એક મત ની કિંમત સ્થાનિક નેતાઓ ને ન હોવાનું મહંત કહી રહ્યાંછે તેમનું કહેવું છે કે અહીં કોઈ પ્રચાર માટે પણ આવતું નથીહરિદાસ બાપુ મહંત બાણેજ મંદિર આખા બુથ પર એક માત્ર મત હોવાના ના કારણ અહીં ના બુથ પર 100 ટકા મતદાન નોંધાય છે
એક માત્ર બુથ હોવાના કારણે જ્યારે મત ગણતરી થાય છે ત્યારે આ મત ગુપ્ત રહેતો નથી હાલ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં બાણેજ માં ચૂંટણી પંચ દ્વારા બુથ ઊભું કરવામાં આવશે અને હરિદાસ બાપુ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે.