અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા 35 વર્ષના Festival of Advertising ના ભાગરૂપે AACA મીડિયા એડવાન્ટેજ ટોક-શો માં અન્ડરસ્ટેન્ડીંગ ધી પાવર ઓફ મીડિયા વિષય પર પ્રિન્ટ, રેડિયો, ટેલીવિઝીન, આઉટડોર અને ડીજીટલ એડવર્ટાઈઝીંગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.
જેમાં દેશના અગ્રણી મીડિયા એકસપર્ટ્સ દ્વારા દરેક મીડિયાના યુનિક સ્ટ્રેન્થ અને બ્રાન્ડ ગ્રોથ માટે તેના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે જ ઈન્ટીગ્રેટેડ મીડિયા સ્ટ્રેટેજી ની અગત્યતા પર ભાર મૂકાયો.
જાગરણ ગૃપનાં શ્રી બસંત રાઠોડ જણાવે છે કે પ્રિન્ટ આજે પણ બ્રાન્ડની શાખ અને વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરવા માટે સૌથી મજબૂત માધ્યમ છે.
રેડિયો મિર્ચીનાં શ્રી યતીશ મહર્ષિ કહે છે કે આજના વૈવિધ્યસભર મીડીયા લેન્ડસ્કેપમાં બેલેન્સ જરૃરી છે જે રેડિયો દ્વારા પરિપૂર્ણ થાય છે.
ભારત 24 ન્યુઝ ચેનલનાં શ્રી મનોજ જાગ્યાસી જણાવે છે કે ટ્રેડીશનલ મિડીયા અને ડીજીટલ એકબીજાને પૂરક છે અને ભારતમાં ટેલીવિઝન સૌથી વધુ નેટવર્ક કવરેજ આપતું માધ્યમ છે. ઝફિમશશિંજ્ઞક્ષફહ અને ઉશલશફિંહ બંને ળયમશફ એકબીજાને પૂરક છે.ક