Jai Hind

GCCI દ્વારા આયોજિત “બિઝનેસકોન્ક્લેવ GATE 2026ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગને સ્પર્શતા વિવિધ વિષયો પર સુંદર તેમજ ઘનિષ્ઠ ચર્ચા થઈ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત “”GATE 2026” તેઓના વાર્ષિક એક્ષપોનો તારીખ 17 એપ્રિલ 2026 ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે દ્વિતીય દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો. સમગ્ર દિવસ દરમિયાન ઉચ્ચ-પ્રભાવશાળી ચર્ચા, ભવિષ્યલક્ષી સંવાદ અને અર્થપૂર્ણ ઉદ્યોગ જોડાણ સંપન્ન થયા. વિવિધ સત્રોમાં જેવાકે સેમિક્ધડક્ટર, ડીપ ટેકનોલોજી, વેન્ચર કેપિટલ, સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વગેરેમાં આ તમામ સેક્ટર્સ સાથે જોડાયેલ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ તેઓના વિચારો તેમજ ભવિષ્ય દર્શી સૂચનો વ્યક્ત કર્યા અને તમામ સેશનને ઉદ્યોગજગત માટે પરિણામલક્ષી બનાવ્યા. આબિઝનેસ કોન્ક્લેવમા ંગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનનીય પદાધિકારીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.
દિવસની મુખ્ય વિશેષતા ભારતના સેમિક્ધડક્ટર ઇકોસિસ્ટમ પર પેનલ ચર્ચા બની રહી, જેમાં શ્રી પ્રણવ નાયર, હેડ ઓફ કોસ્ટિંગ એન્ડ પ્રાઇસિંગ, કેન્સ સેમિકોન, શ્રી જેરી અરુકન અગ્નેસ,ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ; શ્રી મનીષ પટેલ, ચીફ ટેકનિકલ ઓફિસર, ક્વાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ;અને ઈંઈંઝ ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના પ્રોફેસર શ્રી નિહાર મહાપાત્રાએ ભારતની સેમિક્ધડક્ટર ઉત્પાદન ક્ષમતા, સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા અંગે વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ શેર કરી. સત્રનું સંચાલન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓએપોલિસીઅલાઇનમેન્ટ તેમજતેપરત્વે શૈક્ષણિક-ઉદ્યોગ સહયોગને આ ક્ષેત્રમાં વિકાસ માટે મહત્વપૂર્ણ પરિબળો તરીકે ભાર મૂક્યો હતો.