૨૫ પાસબુક, ૪૩ એટીએમ કાર્ડ, પાંચ મોબાઈલ ફોન અન્ો ૨૩ સીમકાર્ડ કબ્જે કર્યા
જૂનાગઢ ની એસઓજી ટીમે સાયબર ક્રાઈમના એક ગંભીર ગુનામાં વોન્ટેડન્ો પકડ્યો હતો. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરિંપડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર કેવિન રમેશભાઈ દૃેકીવાડીયાને અમદૃાવાદૃના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ કેએમ પટેલની ટીમે ત્ોન્ો પકડ્યો હતો. કેવિન દૃેકીવાડીયા, જે મૂળ જૂનાગઢનો રહેવાસી છે, તે અમદૃાવાદૃના મેમનગર સ્થિત ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને છુપાયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તે અહીંથી પોતાની ગેરકાયદૃેસર પ્રવૃત્તિઓ ચલાવી રહૃાો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે દૃરોડો પાડીને તેની અટકાયત કરી હતી.
પોલીસ્ો તેની પાસેથી અલગ-અલગ બેંકોની ૨૫ પાસબુકો, ૪૩ જેટલા એટીએમ કાર્ડ્સ, ૨૩ સીમકાર્ડ અને ૫ મોબાઈલ ફોન મળી આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજોગ દૃાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્ોમજ એસઓજીની ટામે ત્ોન્ો શીલ પોલીસન્ો સોંપ્યો હતો.