Jai Hind

અમદાવાદની પ્રિ-નેશનલ મેચમાં કચ્છના પૂર્વ ભટ્ટે તરખાટ મચાવ્યો

4 ઓવર્સમાં 17 રન આપીને પાંચ વિકેટ ખેરવી મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો

સ્પોર્ટસ ઓથોરીટી ઓફે ગુજરાત દ્વારા તાજેતરમાં રાજયના શ્રેષ્ઠ 70 ખેલાડીઓમાથી 16 ક્રીકેટર્સની નેશનલ સ્કુલ ગેમ્સ અન્ડર 17વયજુથમાટેની ટીમની જાહેરાત કરવામા આવી હતી અને તેમાં કચ્છમાથી એક માત્ર ભુજની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ન.1 એરફોર્સ સ્ટેશનમાં અભ્યાસ કરતા પૂર્વ આનંદકુમાર ભટ્ટની પણ ગૌરવભેર પસંદગી થવા પામી છે. પૂર્વ ભટ્ટ આગામી 26મી એપ્રીલથી તેલંગાણાના ઝડચેટલા મધ્યે નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ગુજરાતની ટીમમાંથી પ્રતિનિધિત્વ કરવા પ્રસ્થાન કરશે એ પહેલા વર્તમાન સમયે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-નિકોલ-અમદાવાદ પ્રશિક્ષણ કેન્દ્ર મધ્યે તેઓ ટીમ સાથે પ્રિનેશનલ સ્તરની 10 દિવસીય તાલીમ ભરતભાઈ દેસાઈ અને રવિભાઈ ઝાલા, અનુપમભાઈ ના માર્ગદર્શન સાથે પ્રાપ્ત કરી રહ્યા છે. દરમ્યાન જ આ પ્રશિક્ષણના ભાગરૂપે તા.18મીના રોજ વર ઓવર્સની લિમીટેડ મેચ બીબીપુરા-અમદાવાદ ગ્રાઉન્ડ મધ્યે એસએજી અન્ડર 17 બોયઝ અને ગ્રો ક્રીકેટ એકેડમી વચ્ચે રમાઈ હતી. જેમા એસએજીએ અન્ડર 17 બોયઝની ટીમ દ્વારા વ્રજ ત્રિવેદીના 4 ચોગ્ગા અને 3 છગ્ગાની ધુંઆધાર બેટીંગથી 159 રનનો ઝુમલો ખડકયો હતો. જેને ગ્રો ક્રીકેટ એકેડમીની ટીમને હાંસલ કરતા ભુજના ઉભરતા ક્રીકેર્ટર પૂર્વ ભટ્ટની ઘાતકી બોલીંગે એટકાવી દીધા હતા. ભુજના રાઈટર્મ લેગસ્પીનર પૂર્વ ભટ્ટએ પોતાના કાંડાની અનોખી કરામત દાખવી અને પ્રતિસ્પર્ધી ટીમની અડધોઅડધ વિકેટો એટલે કે પાંચ વિકેટો ચાર ઓવર્સમાં માત્ર 17 રન આપી અને ઝડપી લેતા ગ્રો એકેડમી ટીમ માત્ર 93 રનમાં જ ઓલઆઉટ થઈ કુડુસલો બની જતા એસએજી અન્ડર 17 બોયઝ ટીમની જીત સરળ બની જવા પામી હતી. પૂર્વ ભટ્ટે ટીમની જીતમાં ભજવેલી મહત્પવૂર્ણ ભુમિકા અને આખીય ટીમના પ્રમાણમાં 23.70 ટકાના આપેલ મહત્વપૂર્ણ યોગદાન બદલ તેને મેન ઓફ ધી મેચ તથા બેસ્ટ બોલર તરીકે જાહેર કરવામા આવ્યો હતો.