દીવ: ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષીક જનરલ મીટીંગ સવા યુવક મંડળમાં મળી. જેમાં પ્રમુખ સ્થાને બી.બી.વૈશ્યની નિયુકતી બાદ નવા હોદેદારોની વરણીની વાત થઇ. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ રવિાભાઇ સોલંકીની વરણી થઇ હતી. ઉપપ્રમુખ તરીકે ફરીવાર ઋષી યોગાનંદ, સેક્રેટરી તરીકે પત્રકાર શકીલ કાશમાણી અને ખજાનચી તરીકે પ્રિયંક લાલજીની વરણી થઇ હતી. વરણી બાદ દરેક હોદેદારોનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા પ્રમુખ રવિભાઇ સોલંકીએ પ્રમુખ બનાવવા બદલ દરેક વેપારીભાઇઓનો આભાર માન્યો હતો. વેપારીઓને ભવિષ્યમાં કો પણ પ્રશ્ન કે સમસ્યા આવશે તો હું સાથે હોઇ અને પુરેપુરો સહકાર આપવાની ખાતરી આપી હતી. (તસ્વીર: શકીલ કાશમાણી-દીવ)