Jai Hind

ગુજરાતમાં સિંહ અને દીપડા ઉપરાંત હવે વાઘ અને ચિત્તાના રહેઠાણ માટેના ચક્રો ગતિમાન

ગુજરાત દેશમાં એકમાત્ર એવુ રાજ્ય બનશે જેમાં ચારેય વન્ય પ્રાણીનો વસવાટ થશે
ચિતા માટે કચ્છના બન્ની અને દીપડા અને વાઘ માટે અરવલ્લીથી ડાંગસુધી કોરિડોરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર

એશિયાઇ સિંહોનો વસવાટ ધરાવતા એક માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દિપડા ઉપરાંત વાઘ અને ચિત્તાના રહેઠાણ માટેના ચક્રો ગતિમાન થયા જ છે. દિપડા, વાઘ અને ચિત્તા માટે ખાસ કોરિડોર સ્થાપવા માટે વન વિભાગ દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. વાઘ અને દિપડા માટે ઉતર ગુજરાતના અરવલ્લીથી માંડીને દક્ષિણ ગુજરાતના ડાંગ સુધી કોરિડોર સ્થપાશે જ્યારે ચિત્તા માટેનો કોરિડોર કચ્છના બન્નીમાં ઉભો થશે.
સૌરાષ્ટ્રના ગીર અભ્યારણમાં એશિયાઇ સિંહોનો વસવાટ છે જ હવે ચિત્તા અને વાઘના આગમન સાથે તમામ મોટા સૈન્ય જીવો ગુજરાતમાં જોવા મળશે. રાજ્યમાં દિપડાની નોંધપાત્ર વસતી છે જ.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળીએ કહ્યું કે સિંહની સાથોસાથ વાઘ, ચિત્તા અને દિપડાનું પણ ગુજરાત ઘર બને તેવો દૂરંદેશીભર્યો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વન્ય પ્રાણીઓના કુદરતી રહેઠાણ માટે વિસ્તારો નકકી કરવામાં આવ્યા છે. વિશ્ર્વના સૌથી મોટા ચાર પ્રાણીના રહેઠાણ ધરાવતા ગુજરાતની આગવી અરજી ઓળખ હશે. વૈજ્ઞાનિક સંવર્ણન મોડલથી જ વિસ્તાર તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વન વિભાગ દ્વારા સરકાર સમક્ષ કોરિડોરનું પ્રેઝન્ટેશન કરાયું હતું. વાઘ અને દિપડાના કોરિડોર અરવલ્લીથી મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જીલ્લા સુધી વિસ્તરશે. આ કોરિડોરમાં 45000 જેટલા હરણ તથા 3000 જેટલા સાબર પણ રાખવામાં આવશે. કચ્છમાં ચિતાના કોરિડોરમાં 28675 કાળીયાર તથા ચિંકારાને રાખવામાં આવશે.
કચ્છના બન્નીમાં ચિતા માટેના પ્રિડીંગ સેન્ટરનું નિર્માણ અંતિમ તબકકામાં છે. બન્નીમાં ચિતાની છ જોડી મેળવવા ખાસ ટીમ આફ્રિકા જશે. ચિતાના આગમન બાદ ચાર મોટા વન્યપ્રાણી-સિંહ, વાઘ, ચિતા અને દિપડા ધરાવતું ગુજરાત એક માત્ર રાજ્ય બનશે.
વનવિભાગના સૂત્રોએ કહ્યું કે 14 મહિનાથી વાઘનો વસવાટ છે જ છોટા ઉદેપુર તથા દાહોદમાં દેખાય છે કોઇ માદા વાઘ નથી. આવતા મહિનાઓમાં માદા વાઘને લવાશે. આવતા પાંચ વર્ષમાં વાઘની વસતી 10 સુધી પહોંચાડવાનો ટારગેટ છે. જ્યારે કચ્છના બન્નીમાં
50 ચિતાને વસાવવાની યોજના છે. 6606 હેક્ટરનો વિસ્તાર તૈયાર કરાયો છે. ભવિષ્યમાં તેમને છુટ્ટા પણ મુકવામાં આવશે.