Jai Hind

જીએસટી ચોરી ઝડપવા હવે સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સની મદદ લેશે

એઆઇ ઇનપુટ ટેકસ ક્રેડીટની ગરબડ પણ પકડશે: સીએમ ડેશબોર્ડ જેવું મોડેલ તૈયાર: ટુંક સમયમાં લાગુ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટની ચોરી ઝડપી લેવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની મદદ લેવામાં આવશે. નાણાં વિભાગે કર ચોરીના કૌભાંડો ઝડપવા માટેની સિસ્ટમ તૈયાર કરવા માટે ગુજરાત સરકારની બાઈસેગ સંસ્થા સાથે હાથ મિલાવ્યા છે.
બાઈસેગ સંસ્થા રાજ્ય સરકારને એવું એઆઈ પ્લેટફોર્મ બનાવી આપવામાં મદદ કરશે. જે રાજ્યમાં ઈનપુટ ટેક્સ મેળવવા થતી પ્રક્રિયા સાથે જોડાયેલ હશે. તે ઈનપુટ ટેક્સ ક્રેડિટનો સંપૂર્ણ ટ્રેલ ચોક્કસાઈપૂર્વક ચકાસશે. જ્યાં કોઈ ગરબડ જણાશે ત્યાં સરકારનું ધ્યાન દોરશે.
ગુજરાત વેપારી રાજ્ય છે.કરોડોની રકમના જીએસટી ટ્રાન્ઝેક્શન થાય છે. તે જ રીતે ઈંઝઈ ક્લેઈમ પણ કરવામાં આવે છે. કેટલીક વાર આ આંકડો ખૂબ જ વધારે હોય છે. જેથી દરેક ટ્રાન્ઝેક્શનની તપાસ મેન્યુઅલી કરવી ખૂબ જ અઘરી છે. જેથી સરકાર આ અઈં આધારિત સિસ્ટમ લાવવા જઈ રહી છે. માત્ર વેપારી જ નહીં,પરંતુ સરકારી કચેરીમાં પણ કોઈ ભ્રષ્ટાચાર થતો જણાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ,આ પ્લેટફોર્મની સંકલ્પના મહદઅંશે ઈખ ડેશબોર્ડ મુજબની રહેશે. આ પ્લેટફોર્મ તેનું એલર્ટ માત્ર રાજ્ય કરવેરા જ નહીં, પરંતુ મુખ્ય સચિવ, નાણા વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય, કાયદા વિભાગ અને ગૃહ સહિતના વિભાગોને પણ મોકલશે. જે મુજબ સરકાર કર ચોરી કરનારા તત્વો સામે તાત્કાલિક પગલું ભરી શકશે. કેટલાક સમય અગાઉ રાજ્યમાં ટેક્સ ચોરીને લઈને મોટા ખુલાસાઓ થયા હતા. જેમાં જીએસટી વિભાગના ઓફિસરોની સંડોવણી પણ જણાઈ આવી હતી.