Jai Hind

સયાજી હોટેલ્સે ધ ફોરેસ્ટ ચેપ્ટર બાય સયાજી સાથે સાસણ ગીરમાં પોતાની શરૂઆત કરી

અનુભવલક્ષી આતિથ્યમાં પોતાની હાજરીનો વિસ્તાર કરતા, સયાજી હોટેલ્સે ગર્વ સાથે ધ ફોરેસ્ટ ચેપ્ટર (ટીએફસી) બાય સયાજી, સાસણ ગીરના શુભારંભની જાહેરાત કરી છે, જે ગુજરાતના જંગલના મધ્યમાં સ્થિત એક બુટિક રીટ્રીટ છે. પ્રકૃતિના ખોળામાં વન રોકાણ માટે ડિઝાઇન કરાયેલ, સાસણ ગીરમાં આવેલું આ રિસોર્ટ સયાજીની નવી સબ-બ્રાન્ડ, ધ ફોરેસ્ટ ચેપ્ટરની શરૂઆતને ચિહ્નિત કરે છે, જે ભારતના સૌથી પ્રાચીન લેન્ડસ્કેપ્સમાં સુનિયોજિત પ્રવાસ-રોકાણ માટે સમર્પિત છે.
સુપ્રસિદ્ધ ગીર નેશનલ પાર્કની નજીક આવેલું, આ સાસણ ગીરનું સૌથી શ્રેષ્ઠત્તમ રિસોર્ટ છે, જે મહેમાનોને સમજી-વિચારીને ડિઝાઇન કરેલી જગ્યાઓ અને હૃદયને સ્પર્શતા આતિથ્ય-સત્કારના માધ્યમથી જિંદગીની ગતિને ધીમી પાડવા અને પ્રકૃતિ સાથે ફરીથી જોડાવા માટે આમંત્રણ આપે છે. આ જોડાણને વધુ વધારતા, આ રિસોર્ટ તલ્લીન કરી દેતા સ્થાનિક સ્તરના અનુભવોની વણઝાર રજૂ કરે છે, જેનાથી અતિથીઓ આ પ્રદેશની સમૃદ્ધ જૈવવિવિધતા, સંસ્કૃતિ અને કુદરતી વાતાવરણ સાથે સાર્થક રીતે જોડાઇ શકે છે.
સાસણ ગીરમાં આવેલ આ રિસોર્ટમાં 25 સુસજ્જિત કોટેજ અને વિલા છે, જેમાં પ્રીમિયમ કોટેજ, સુપિરિયર કોટેજ અને સ્યુટ વિલાનો સમાવેશ થાય છે, જે દરેક ગામઠી આકર્ષણને આધુનિક સગવડતાઓ સાથે મિશ્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. વિશાળ ઇન્ટેરિયર્સ, ધરતીનું સૌંદર્ય અને શાંત વાતાવરણ આરામ અને રોમાંચ બંનેની ખોજમાં હોય તેવા પ્રવાસીઓ માટે જંગલમાં રોકાણ કરવાનો એક શાંતિમય અનુભવ પૂરો પાડે છે.