સુરતથી નીકળેલ યુવાન અહીં ક્યાં વાહનમાં પહોંચ્યો:અકસ્માત સર્જાયો તો કયું વાહન હતું?
રાજુલા તાલુકાના કોટડી ગામનો રત્ન કલાકાર યુવાન ગતસાંજે સુરત થી પરિવાર ના સભ્ય પાસેથી ઉછીના રૂપિયા લઈ વતન આવવા સાંજે નીકળ્યો હતો. આ યુવાન ની લાશ તળાજા થી આગળ જાગધાર નજીક થી પસાર થતા હાઇવે પર પડી હોવાની જાણ દાઠા પોલીસ ને અંદાજે રાત્રીના સાડાત્રણેક વાગ્યા ના સુમારે થઈ હતી.સાંજે સુરત થી નીકળેલ યુવાન આટલો વહેલો અહીં ક્યાં વાહનમાં પહોંચ્યા અને તેમનું મૃત્યુ અકસ્માત થી થયું તો કઈ રીતે અને ક્યાં વાહન સાથે થયું તેવા અનેક સવાલો ઉભા થયાથઈ રહ્યા છે. બનાવઅંગે તળાજા ની રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગત મુજબ દાઠા પો.ઇ રેવર ને રાત્રે આશરે સાડાત્રણેક વાગે જાગધાર ગામ નજીક ની હોટલ થી આગળ હાઇવે રોડપર એક યુવાન ની લાશ પડીહોવાની જાણ થઈ હતી.પોલીસે ત્વરિત પહોંચી હતી.લોહિયાળ લાશ નો કબ્જો લઈ તળાજા પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ. મળેલ મોબાઈલ અને આધારકાર્ડ ના આધારે મૃતક રમેશભાઈ ડાયાભાઇ બાંભણીયા ઉ.વ.35 ગામ કોટડી તા.રાજુલા નો હોવાની ઓળખ થઈ હતી.પરિચિત ને જાણ કરતા તેઓ તળાજા દોડી આવ્યા હતા.પરિવાર જનોએ જણાવ્યું હતુ કે મૃતક અપરણીત છે.સુરત હીરાઘસે છે.ગઈકાલે સાંજે 6 વાગે પરિવાર ના સભ્ય પાસે થી ઉછીના રૂપિયા લીધાબાદ અહીં આવવા નીકળેલ.અહીં તળાજા આવીને પરિવાર જનોએ જોતા રમેશભાઈ ની હાલત જોઈ કહી શકાય કે આંખો ફાટી ગઈ હતી.માથાના ભાગે ગંભીર ઇજાઓ,લોહીથી ભરેલ ચહેરો,જમણા પગ ના નીચેથી ફુરચા નીકળી જઈ ને હાડકું બહાર આવી ગયેલ, એજ રીતે જમણો હાથ ભાંગી ગયોહતો. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત થીજ મોત થયાનું માનવામાં આવે છે.પરંતુ આ યુવાન સુરત થી સાંજે નીકળ્યા બાદ વહેલી સવારે 3 વાગ્યા મા આટલો જલ્દી અહીં કઈ રીતે પહોંચ્યો? તેમને રાજુલા અથવા તો કોટડી જવું હતું તો અહીં શા માટે આવ્યો અથવા તો વાહન માંથી ઉતર્યો?અહીં થી લાશ મળવા નું કારણ શું?વાહન અકસ્માત હોય તો ક્યાં વાહન સાથે અકસ્માત સર્જાયો તેવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.