Jai Hind

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની સુનામી

રાજ્યની તમામ ૧૫ મહાનગર પાલિકામાં કેસરિયો લહેરાયો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીઓ દૃબદૃબો યથાવત રાખ્યો હતો. કોબા ખાત્ોના પ્રદૃેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાત્ો પરિણામ જાહેર થયા બાદૃ વિજયોત્સવનું આયોજન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્મા ત્યાં પહોંચ્યા હતા અને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું જ્યારે ભાજપના મહિલા કાર્યકરોએ ઢોલ-નગારા સાથે ગરબા ગાઇને વિજ્યોત્સવની ઉજવણી કરી હતી રાજ્યભરમાં ભાજપના ઉમેદૃવારોએ વિજયી સરઘસ કાઢી વિજયન્ો આવકાર્યો હતો.

ગુજરાતમાં સત્તાની સેમિફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને આ પરિણામોમાં ભાજપની પ્રચંડ સુનામી જોવા મળી છે. વિપક્ષી ગઢ ધરાવતા વિસ્તારોમાં પણ કેસરિયો લહેરાયો છે. જનતાએ ’વિકાસ’ પર મહોર મારીને વિપક્ષનાં સૂપડાં સાફ કરી દૃીધાં છે. સત્તાની સેમિફાઈનલ ગણાતી આ ચૂંટણીમાં ભાજપે વિપક્ષને સંપૂર્ણપણે ઢેર કરી દૃીધો છે.
રાજ્યની ૧૫માંથી ૧૫ મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. મહાનગર પાલિકાઓમાં ભાજપે ૧૦૦ ટકા પરિણામ મેળવીને ઈતિહાસ રચ્યો છે. નવરચિત તમામ ૭ મહાનગરપાલિકાઓમાં પણ કેસરિયો લહેરાયો છે, જ્યારે જૂની મનપામાં પણ ભાજપે પોતાની બેઠકો વધારીને પરફોર્મન્સમાં જબરદૃસ્ત સુધારો કર્યો છે.
શહેરી જનતાએ કોંગ્રેસ અન્ો આપન્ો સદૃંતર જાકારો આપ્યો છે. ૮૪માંથી ૭૮ નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. એટલે કે, ૯૨ ટકા પાલિકાઓમાં જનતાએ વિકાસની વાત પર ભરોસો મૂક્યો છે.
ગુજરાતની કુલ ૩૪માંથી ૩૩ જિલ્લા પંચાયતોમાં પણ ભગવો લહેરાયો છે, એટલે કે ૯૭ ટકા જિલ્લા પંચાયતો પર ભાજપે કબજો કરી લીધો છે. ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સાબિત કર્યું છે કે જનતા માત્ર અને માત્ર વિકાસની રાજનીતિની સાથે છે. શહેરી અને ગ્રામ્ય જનતાએ કોંગ્રેસ અને આમ આદૃમી પાર્ટીને જાકારો આપતાં વિપક્ષના નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ચૂંટણીના આ પરિણામો સ્પષ્ટ કરે છે કે આગામી વિધાનસભાની લડાઈમાં પણ ભાજપ પ્રચંડ તાકાત સાથે મેદૃાનમાં ઉતરશે અને વિપક્ષને ઓલઆઉટ કરવાના ઈરાદૃા સાથે જનતા વચ્ચે જઈને પ્રચાર કરશે. જનતાએ આપેલો આ જનાદૃેશ વિપક્ષ માટે આત્મમંથનનો વિષય છે, જ્યારે ભાજપ માટે આ ઉજવણીનો અવસર છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોથી વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. ગુજરાતના રાજકારણમાં દૃાયકાઓ સુધી વર્ચસ્વ રાખનારી કોંગ્રેસ માટે છેલ્લા ત્રીસ દૃાયકાથી શરૂ થયેલી પડતી આ ચૂંટણીમાં પતનના સંકેત તરફ આગળ વધી છે. મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા,,, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતોનું પરિણામ, કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. સ્થિતિ એવી છે કે અનેક જગ્યાએ કોંગ્રેસ શૂન્ય પર આઉટ થઈ ગઈ છે.
રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓમાંથી કોંગ્રેસ એકપણ મનપા જીતી શકી નથી. ગુજરાતની ૩૪ જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસને એકપણ પંચાયત મળી નથી. શૂન્ય ટકા પર્ફોર્મન્સ સાથે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ૩૪માંથી એક નર્મદૃા જિલ્લા પંચાયત કબજે કરીને આમ આદૃમી પાર્ટીએ કોંગ્રેસને કરારો ઝટકો આપ્યો છે.
અમદૃાવાદૃ જિલ્લા પંચાયતની ૩૪ બ્ોઠકોમાં આજે ભાજપએ ૩૧ બ્ોઠકો ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે
૨ બ્ોઠક કોંગ્રેસન્ો ફાળે ગઇ હતી. અગાઉ એક બિનહરીફ બ્ોઠક ભાજપન્ો મળી ચુકી હતી.
૧૫ મહાનગર પાલિકાની કુલ ૧૦૪૪ બ્ોઠકોમાંથી ભાજપન્ો ૯૩૭ બ્ોઠકો મળી હતી જ્યારે કોંગ્રેસનો ૯૫ બ્ોઠક ઉપર અને અન્યોનો ૧૨ બ્ોઠક ઉપર વિજય થયો હતો.
૮૪ નગપાલિકાની ૨૬૨૪ બ્ોઠકોમાંથી ભારતિય જનતા પાર્ટીનો ૧૯૮૮ બ્ોઠક ઉપર વિજય થયો હતો. કોંગ્રેસન્ો ૪૫૯ બ્ોઠકો મળી હતી.

સુરત મનપા વિપક્ષ વિહોણી રહેશે
સુરતમાં ૧૯૯૫ બાદૃ પ્રથમ વખત વિપક્ષ ન્ોતાનું પદૃ ખાલી રહેશે. સુરત પાલિકાની ૧૨૦ બ્ોઠકમાંથી ભાજપન્ો ફાળે ૧૧૫ આપન્ો ૪ અન્ો કોંગ્રેસન્ો ૧ બ્ોઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીત્ો વિપક્ષન્ો સ્થાન મળે ત્ો માટે સાત બ્ોઠક જરૂરી છે પરંતુ બ્ો પક્ષ મળીન્ો પણ સાત બ્ોઠક થઇ શેક ત્ોમ નથી. ત્ોથી પાલિકા કચેરી ૧૯૯૫ પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહીં પરંતુ વિપક્ષી ન્ોતા ન હોેવાથી વિપક્ષન્ો ગાડી કે ફોન પણ મળી શકશે નહીં.

૩૪માંથી ૩૩ જિલ્લા પંચાયત, ૭૮ નગરપાલિકા અન્ો ૨૫૩ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત

રાજપીપળાના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસના સ્ાૂપડાં સાફ
રાજપીપળા નગરપાલિકાની ગણતરી પ્ાૂર્ણ થઇ ચૂકી છે. રાજપીપળા નગરપાલિકામાં કમળ છવાયું છે. ભાજપ્ો અહીં ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપન્ો ૨૮માંથી ૨૫ બ્ોઠક જીતી. જ્યારે ૩ બ્ોઠક અપક્ષના ફાળે. જ્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ. ભાજપ્ો પાલિકાની સ્થાપના બાદૃ પ્રથમ વખત સૌથી મોટી જીત મેળવી. કોંગ્રેસ ૦ પર સમેટાઇ. ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસની સંખ્યા શૂન્ય થઇ ગઈ હતી.

ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે: મોદૃી
રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભવ્ય વિજય અપાવવા બદૃલ ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર. લોકોએ રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને સુશાસનની રાજનીતિ માટે મતદૃાન કર્યું છે. તેમણે વર્ષોથી ભાજપ દ્વારા કરવામાં આવેલી મહેનતને આશીર્વાદૃ આપ્યા છે. હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે અમે આગામી સમયમાં વધુ મહેનત કરીશું અને ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.
હું ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના વિશાળ પરિવારને પાયાના સ્તરે તેમના પ્રયાસો માટે અભિનંદૃન પાઠવું છું. તેઓ હંમેશા લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવતા રહૃાા છે. આ જ કારણ છે કે આપણો પક્ષ વારંવાર ગુજરાતની પ્રથમ પસંદૃગી રહૃાો છે.