Jai Hind

આજની જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી: તારીખ 29.04 ના રોજ રદ રહેશે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:
1) ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ: તારીખ 29.04 ના રોજ વડોદરા ડિવિઝનમાં અંદાજે 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.