Jai Hind

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની મુલાકાતે

રાજ્યપાલે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત બ્રોસલીના છોડનું રોપણ કર્યુ

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની બે દિવસીય મુલાકાત આવી પહોંચ્યાં છે. આ મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે “સ્વચ્છતા” અભિયાનમાં તેઓ સહભાગી બન્યા હતા. રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા માટે રાજ્યપાલે રાજ્યના અનેક ગામની મુલાકાત દરમિયાન ‘સ્વચ્છતા અભિયાન’ વિષયક જનજાગૃતિ સંદેશને જનસમૂહ વચ્ચે પ્રસારિત કર્યો છે. રાજ્યપાલે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો નિવાસ હોય છે તે સંદેશને આત્મસાત કરવા અને ‘સ્વચ્છાગ્રહી’ બનવા ત્રાકુડા ગામના નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ તકે રાજ્યપાલલે ત્રાકુડા ગામ યુવા સ્વયંમ સેવક ગૃપના સભ્યો સાથે સંવાદ સાધી સૌ ગ્રામજનોને કાયમી ધોરણે સ્વચ્છતા રાખવા પ્રેરણા પૂરી પાડી હતી.
રાજ્યપાલ ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે શિવ મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ સંમેલન’માં સહભાગી થવા માટે આવી પહોંચતા ’ગાર્ડ ઓફ ઓનર’ સાથે તેમનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ત્રાકુડા ગામના અગ્રણી ઉદ્યોગકાર રાકેશભાઈ દુધાત પરિવાર, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના મહાનુભાવોએ રાજ્યપાલને આવકાર્યા હતા. ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલે ’બોરસલી’ છોડનું રોપણ કરીને પ્રકૃતિ-પર્યાવરણના જતનનો સંદેશ પ્રસરાવ્યો હતો.