Jai Hind

દીવમાં પાણીના બિલનું પેમેન્ટ ઓનલાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવવા કાઉન્સીલરની કલેક્ટરને રજૂઆત

દીવમાં મોટા ભાગની સરકારી પેમેન્ટની સુવિધા ઓનલાઈન છે. પરંતુ પી.ડબલ્યુ.ડી વિભાગમાં પાણીના બિલની ઓનલાઈન સુવિધા નથી. પાણીનું બિલ દર મહિને રૂ. 25 છે. વાર્ષિક રૂ.300 છે. જે એક સાથે ભરી શકાય છે. પરંતુ આ રકમ ભરવા માટે પી.ડબલ્યુ.ડી કચેરીમાં લોકોને રૂબરૂ આવી અને પેમેન્ટ કરવું પડે છે. જો આ સુવિધા ઓનલાઈન થાય તો જનતાને પી.ડબલ્યુ.ડી માં પેમેન્ટ બાબતે ધક્કો ખાવો ન પડે જેથી દીવ મ્યુનિસિપાલીટીના કાઉન્સીલર ચિંતકભાઈ સોલંકીએ દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાને રૂબરૂ મળી અને રજૂઆત કરતા દીવ કલેક્ટરે આ સુવિધા ઓનલાઈન કરાવશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું