Jai Hind

સુરત ખાતે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની આજે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે

શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ

રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

તા.૧લી મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાતના સ્થાપના દિૃવસની ‘ગુજરાત ગૌરવ દિૃનના રૂપમાં રાજયકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ ગરિમામય અવસરની શરૂઆત આવતીકાલે તા.૧લીએ સાંજે ૦૫-૩૦ વાગ્યે વાય જંકશન, વી.આર. મોલ, વાય જંકશનથી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારબાદૃ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોટીંગ કરવામાં આવશે.
પોલીસ પરેડ બાદૃ રાત્રે ૮ વાગ્યે ડુમસ સી-ફેસ ખાત્ો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કલેટર ડો. સૌરભ પારધી અને મ્યુ. કમિશનર ડો. એમ. નાગરાજન દ્વારા રાજયપાલ, મુખ્યમંત્રી અને મંત્રીગણ સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.
આ પ્રસંગ્ો ‘ગુજરાત ગરિમા એવોર્ડ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ ત્ોમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્ત્ો વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાન્ો દૃર્શાવતા બ્ો પુસ્તકો ‘વિકાસ વાટિકા અને ‘કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.
રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણી પ્ાૂર્ણ કરી દૃેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોન્ો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિૃવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહૃાો છે.
ગુજરાત સ્થાપના દિૃનન્ો યાદૃગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાત્ો તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગ્ો ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે.