Jai Hind

હાઇકોર્ટે મહિલા અનામત અંગેનો સરકારનો વર્ષ-૨૦૧૮નો પરિપત્ર રદ કર્યો

સાત વર્ષની કાનૂની લડત બાદ હવે ત્રણ મહિલા ઉમેદવારોને સરકારી નોકરી મળશે

મહિલા અનામતને લઇ અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચ જાતિની મહિલા ઉમેદૃવારોને અન્યાયકર્તા ગુજરાત સરકારના વર્ષ ૨૦૧૮ના વિવાદૃીત પરિપત્રને કારણે નોકરી મેળવવાથી વંચિત રહી ગયેલી અનુસૂચિત જાતિની ત્રણ મહિલા ઉમેદૃવારોને નોકરી અપાવતો રાહતપૂર્ણ હુકમ ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. હાઇકોર્ટે અરજદૃાર ત્રણેય યુવતીઓને નોકરીમાં લેવા અંગે બે સપ્તાહમાં સરકારને ભલામણ કરવા ગુજરાત ગૌણ સેવા પસંદૃગી મંડળને હુકમ કર્યો છે અને આ ભલામણ થયેથી છ સપ્તાહમાં યુવતીઓને ફરજ પર હાજર કરવા રાજય સરકારને હુકમ કર્યો હતો.
અનુસૂચિત જાતિની ત્રણેય યુવતીઓ તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તા.૧-૮-૨૦૧૮ના રોજ એવો વિવાદૃીત પરિપત્ર જારી કરાયો હતો કે, અનુસૂચિત જાતિ, જનજાતિ કે બક્ષીપંચની મહિલા ઉમેદૃવારો સંબંધિત નોકરીની ભરતીપ્રક્રિયામાં તેમની સંબંધિત કેટેગરીમાં જ ભાગ લઇ શકશે એટલે કે, તેમની અનામત બેઠકોના કવોટામાં જ દૃાવો કરી શકશે, ઓપન મેરીટમાં તે ભાગ લઇ શકશે નહી.
સરકારના મહિલા અનામત અંગેના આ વિવાદૃીત પરિપત્રને લઇ અરજદૃાર યુવતીઓ જે તે વખતે મેરીટોરિયસ અને યોગ્ય લાયકાત ધરાવતી હોવાછતાં સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરી મેળવી શકી નહોતી.
અરજદૃારપક્ષ તરફથી અદૃાલતનું ધ્યાન દૃોરાયું કે, ખુદૃ હાઇકોર્ટની ખંડપીઠે સરકારનો આ વિવાદૃીત પરિપત્ર રદૃબાતલ ઠરાવ્યો હતો અને તેની સામે સરકાર સુપ્રીમકોર્ટમાં ગઇ હતી અને ત્યાં પણ હારી ગઇ હતી. બાદૃમાં સરકારે ૨૦૨૦માં સુધારા સાથેનો પરિપત્ર જારી કર્યો હતો કે, અનુસૂચિત જાતિ, જનજાતિ કે બક્ષીપંચની મહિલા ઉમેદૃવારો પણ જો મેરીટના ધોરણે ઓપન મેરીટમાં ભાગ લઇ શકશે. જો કે, આ પરિપત્ર પહેલાં અરજદૃાર યુવતીઓ મેરીટોરીયસ અને પાત્રતા ધરાવતી હોવાછતાં નિમણૂુંકથી વંચિત રહી ગઇ છે, તેથી હાઇકોર્ટે જરૂરી દૃરમ્યાનગીરી કરી અરજદૃારોને નોકરીમાં નિમણૂંક અપાવવી જોઇએ. અરજદૃારપક્ષની દૃલીલો ગ્રાહૃા રાખી હાઇકોર્ટે અરજદૃાર યુવતીઓ એ વખતે માર્કસના આધારે મેરીટમાં આવતી હોવાથી તેમને સરકારી નોકરીમાં નિમણૂંક માટે ગુજરાત ગૌણ સેવા પસંદૃગી મંડળે બે સપ્તાહમાં સરકારમાં ભલામણ કરવાની રહેશે અને છ સપ્તાહમાં સરકારે અરજદૃાર યુવતીઓને નોકરીમાં હાજર કરવા અંગેનો હુકમ કરવાનો રહેશે.