એસ ડિઝાઇનર્સ લિમિટેડ (અભય અથવા અઉક), એ ’એસ માઇક્રોમેટિક ગ્રુપ’ની ફ્લેગશિપ કંપની છે, જે પ્રીસીઝનમેટલવર્કિંગ મશીન ટૂલ્સના ઉત્પાદન, માર્કેટિંગ અને સર્વિસિંગ ક્ષેત્રે કાર્યરત અગ્રણી ભારતીય કંપનીઓનું સંગઠન છે, એ આજે અમદાવાદના પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે તેની નવી અત્યાધુનિક એસેમ્બલી સુવિધાના શુભારંભની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ અઉક ની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેની ક્ષમતા વધારવા, વ્યવસાયિક વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે.
આગામી પાંચ વર્ષમાં એસ ડિઝાઇનર્સનું આ એકમ વાર્ષિક અંદાજે 3,000 ટર્નિંગ મશીનો અને 1,000 મશીનિંગસેન્ટર્સની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે સજ્જ છે. આ પ્લાન્ટ પ્રાદેશિક વેન્ડર્સના વિકાસ અને કુશળ માનવબળના જોડાણ દ્વારા સ્થાનિકીકરણ પર વિશેષ ભાર મૂકશે. 100 કર્મચારીઓના પ્રારંભિક કાર્યબળ સાથે શરૂ થતો આ પ્લાન્ટ, નિર્ધારિત સમયગાળામાં 350 કર્મચારીઓ સુધી વિસ્તરણ પામે તેવી અપેક્ષા છે.
સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (ઈખઝઈં) ના ત્રણ ઇજનેરો દ્વારા 1979 માં સ્થાપિત ’એસ ડિઝાઇનર્સ’ની શરૂઆત એક ડિઝાઇનક્ધસલ્ટિંગ કંપની તરીકે થઈ હતી, જેણે આગળ જતાં ’એસ માઇક્રોમેટિક ગ્રુપ’નો પાયો નાખ્યો. એસ ડિઝાઇનર્સ, એસ મેન્યુફેક્ચરિંગસિસ્ટમ્સ અને માઇક્રોમેટિક મશીન ટૂલ્સના સંકલન બાદ, એસ ડિઝાઇનર્સ લિમિટેડ આજે ઈગઈ ટર્નિંગ અને મશીનિંગસેન્ટર્સના ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવી છે.