ફરી 5 મેથી માવઠાની આગાહી

વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી રાહત મળશે: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ વરસશે 42.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજયનું હોટેસ્ટ સીટી: રાજકોટમાં 22 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો

ઉનાળાનો મિજાજ જ્યારે રાજ્યભરમાં વર્તાઇ રહ્યો છે ત્યારે રાહતના સમાચાર એ છે કે, 5 મે બાદ તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણમાં પલટો આવી શકે છે. પૂર્વત્તરના રાજ્યોમાં વધારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણમાં પણ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે તદપરાંત ઉત્તર ભારતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે. 42.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજયનું હોટેસ્ટ સીટી બન્યું હતુ. જયારે રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે 22 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી સાથે લૂનો અનુભવ થઇ રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 5 મેથી ફરી વાતાવરણમાં પલટો આવશે, 5 મેથી 7 મે સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને ક્યાં હળવો વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે. 5થી 7 મે સુધીમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે, આ સમય દરમિયાન વાદળો બંધાશે અને છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તાપમાનમાં 2થી ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગના આંકલન મુજબ 5થી 7 મે સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળો જોવા મળશે અને તાપમાન ઘટશે તેમજ છૂટછવાયો હળવો વરસાદ વરસશે. ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. આ ત્રણ દિવસ દરમિયાન કોઇ જગ્યાએ એટલે કે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઇ વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન પવનની ગતિ પણ વધી શકે છે.
હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર,મોરબી, પાટણ, કચ્છના વિસ્તારોમાં ગરમી સૌથી વઘારે રહેવાની શક્યતા છે. 6 મેથી તાપમાન ગગડતાં ગરમીથી થોડી રાહત મળી શકે તેમ છે. જો કે થન્ડરસ્ટ્ર્રોર્મ એક્ટિવિટીના કારણે 5 મેથી રાજ્ય.માં ગરમી ઘટી શકે છે. નોંધનિય છે કે, મેના મધ્યથી પ્રિમોનસૂન એક્ટિવિટી જોર પકડી શકે છે. હાલ મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. આગામી દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થતાં તાપમાન ઘટતાં હિટવેવની સ્થિતિથી રાહત મળશે.
કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. જેથી ગરમીથી રાહત મળશે અને પવનની દિશા અને ગતિ બદવાશે આ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે 5 મે બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજયમાં 42.4 ડિગ્રી સાથે અમદાવાદ શહેર રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જયારે સુરેન્દ્રનગરમાં 42.5, રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે 22 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી.
ધોરાજીમાં રવિવારે સાંજના સમયે ભારે એકાએક પવન ઉપડતા ધોરાજી થી 6 કિલોમીટર દૂર તોરણીયા પાટીયા પાસે અચાનક એક ઉપરોક્ત રાસાયણિક થતા ધોરાજી થી જુનાગઢ જતા સ્ટેટ હાઇવે ઉપર વચ્ચોવચ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો ચોમાસાનો પ્રારંભ થાય એ પહેલા જ ભારે પવન ફુગાતા થોડીવાર માટે મુશ્કેલી જોવા મળી હતી.

કયા શહેરમાં કેટલું તાપમાન
શહેર તાપમાન
સુરેન્દ્રનગર 42.5
રાજકોટ 41.5
કંડલા 39.6
ભાવનગર 39.4
ભુજ 38
નલીયા 35.2
પોરબંદર 35.2
ઓખા 33.8
વેરાવળ 32.3
દીવ 33

રિલેટેડ ન્યૂઝ