Jai Hind

અડાલજના ત્રિમંદિૃર ખાતે મહેસૂલ વિભાગ દ્વારા ‘ચિંતન શિબિર-૨૦૨૬નું તા.૫ થી ૭ દરમ્યાન આયોજન

મુખ્મયંત્રી, નાયબ મુખ્યમંત્રી અન્ો વરિષ્ઠ સચિવોના માર્ગદૃર્શનથી ત્ૌયાર થશે મહેસુલ વિભાગનો ભાવિ રોડમેપ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદૃર્શન હેઠળ આગામી તા. ૫ થી ૭ મે, દૃરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિૃર ખાતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની ત્રિ-દિૃવસીય ’િંચતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. વિઝન ૨૦૩૦: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ િંચતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિૃશામાં મનોમંથન કરવામાં આવશે.
મહેસૂલ વિભાગની િંચતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયિંસહ મહિડા સહિત વરિષ્ઠ સચિવો, અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા વિષય તજજ્ઞો વિશેષ રીતે ઉપસ્થિત રહીને માર્ગદૃર્શન પૂરું પાડશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદૃર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીના વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના વિઝનને પરિપૂર્ણ કરવામાં ગુજરાત સૌથી મહત્વપૂર્ણ અને અગ્રીમ ભૂમિકા ભજવશે. એટલા માટે જ, મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો કાર્યમંત્ર આપ્યો છે.ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે મહેસૂલ વિભાગનો રોડમેપ તૈયાર કરવામાં આ િંચતન અગત્યની પૂરવાર થશે.