ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક, ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ ગુજરાતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની પેટર્નમાં નોંધપાત્ર પરિવર્તન હોવાનું નોંધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં હવે ગ્રાહકો વધુ પ્રમાણમાં રૂ. 15 લાખ અને તેનાથી વધુ સમ ઇન્શ્યોર્ડ પસંદ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ વધતી આરોગ્ય જાગૃતિ, મજબૂત નાણાંકીય સુરક્ષાની જરૂરિયાત અને આરોગ્ય સેવાઓના વધતા ખર્ચને દર્શાવે કરે છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, ટાટા એઆઈજીએ 35 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોના હિસ્સામાં પણ નોંધપાત્ર વધારો નોંધ્યો છે. આ વૃદ્ધિ વહેલી વયે ઇન્શ્યોરન્સ લેવામાં મળતા ડિસ્કાઉન્ટ્સ અને યુવા વર્ગ/જીવનના તબક્કાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી પ્રોડક્ટ ઓફરિંગ્સના કારણે જોવા મળી છે, જે વહેલી ઉંમરે આરોગ્ય વીમાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરે છે. રાજ્યમાં ગ્રાહકોની પસંદગીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, જ્યાં તેઓ હવે ફ્લેક્સિબિલિટી આપતી અને આવશ્યક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી કસ્ટમાઇઝ કરી શકાય તેવી પ્રોડક્ટ્સ તરફ વધુ ઝુકાવ દર્શાવી રહ્યા છે. આ દર્શાવે છે કે ગ્રાહકો હવે વધુ વ્યવહારુ અભિગમ અપનાવી રહ્યા છે અને જટિલ કવરેજ વિકલ્પો કરતા પોતાના ખાસ જરૂરીયાતોને અનુરૂપ મૂલ્ય આધારિત ઉકેલો પસંદ કરી રહ્યા છે.
ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સના રિટેલ હેલ્થ અંડરરાઇટિંગ હેડ ડો. સંતોષ પુરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ કે ગ્રાહકો હવે વધુ ઊંચા સમ ઇન્શ્યોર્ડ અને વધુ વિચારપૂર્વકના હેલ્થ ઇન્શ્યોરન્સ વિકલ્પો પસંદ કરી રહ્યા છે. ગ્રાહકો પૂરતા કવરેજ અને ફ્લેક્સિબિલિટીને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે અને સાથે સાથે નાની ઉંમરે જ ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ વધુ જાણકારીસભર અને સક્રિય નાણાંકીય સુરક્ષા અભિગમને દર્શાવે છે અને અમે આવી બદલાતી જરૂરિયાતો સાથે સુસંગત ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.