સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આગામી ૧૧ મેના રોજ ગુજરાત આવશે. ગુજરાત પ્રવાસ દૃરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે. ત્યારબાદૃ વડોદૃરામાં રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે ત્ૌયાર કરાયેલા સરદૃાર ધામ-૩નું લોકાર્પણ કરાશે.
બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદૃ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહૃાા છે ત્યારે ભાજપ દ્વારા સ્વાગતની તડામાર ત્ૌયારીઓ શરૂ કરી દૃેવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસ દૃરમિયાન વડોદૃરામાં રોડ શો યોજે ત્ોવી શક્યતાઓ હોય તંત્ર દ્વારા ત્ોની પણ ત્ૌયારીઓ શરૂ કરી દૃેવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ ગુજરાતના પ્રવાસ દૃરમિયાન પીએમ સૌ પ્રથમ ૧૦ તારીખે રાત્રિના જામનગર એરપોર્ટ પર પધારશે અને રાત્રિ રોકાણ જામનગરમાં કરશે. તા.૧૧ મેના રોજ સવારે જામનગરથી સોમનાથ રવાના થશે. સોમનાથમાં આયોજીત સ્વાભિમાન પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થશે. સોમનાથનો કાર્યક્રમ પ્ાૂર્ણ કર્યા બાદૃ ત્ોઓ સીધા જ વડોદૃરા જશે. જ્યાં ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા સરદૃાર ધામ-૩નું લોકાર્પણ કરશે. વડાપ્રધાન પશ્ર્ચિમ બંગાળની ભવ્ય જીત અન્ો ત્ો ઉપરાંત તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદૃ સૌ પ્રથમ વખત ગુજરાત આવી રહૃાા છે. પશ્ર્ચિમ બંગાળની જીત બાદૃ કદૃાચ ત્ોઓનો આ સૌ પ્રથમ જાહેર કાર્યક્રમ છે જેથી આ કાર્યક્રમમાં ૩૦થી ૪૦ હજાર જનમેદૃની આવવાની સંભાવના છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસન્ો ધ્યાનમાં રાખીન્ો રાજ્ય તંત્ર સજ્જ બન્યું છે. સોમનાથ અને વડોદૃરા ખાત્ો યોજાનાર કાર્યક્રમોે સફળ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાત્ો ઉચ્ચસ્તરીય બ્ોઠક યોજાઇ હતી.