Jai Hind

હવે વાડીનારમાં થશે શીપનું રિપેરીંગ: રૂા.1570 કરોડ મંજૂર

જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમની સફળ રજૂઆત

જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લા ના સંસદસભ્ય પૂનમબેન માડમ ના પ્રયાસો થી વાડીનાર માં રૂ.1570 કરોડ નો પ્રોજેક્ટ ભારત સરકારે મંજુર કર્યો છે. શીપ રીપેરની મેગા સુવિધાઓ માટે છેવાડાના જીલ્લા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું બંદર પસંદ કરીને અંત્યોદયનો ભાવ વધુ એક વખત દેશ હિતમાં પસંદ કરાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે બંને જીલ્લાઓ નો મળી 355 કી.મી.વધુ દરીયાઇ કિનારો, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરીવહન, પ્રવાસન સ્થળો, દરીયાઇ વનસ્પતીઓ અને જીવસૃષ્ટી,વેપાર ઉદ્યોગમાટે સાનુકુળ એવા આ વિસ્તારોમાં છેલ્લા અગીયાર વર્ષમાં સુદર્શનસેતુ ,ઓખા-બેટ દ્વારકા અને દ્વારકા બંદરો નો વિકાસ અને સલામતીના પગલાઓ, વૈશ્વિક એવોર્ડ મેળવનાર શીવરાજપુર બીચ, દરીયા કીનારે અને દરીયાની અંદર વૃક્ષો અને વનીકરણ, સલાયાથી અને સીક્કાથી જતા માછીમારોની મંજુરીઓની સાનુકુળતાઓ,તેમજ દરીયાઇ વિસ્તારમાં ઓઇલ અને ગેસ નેટવર્કની અવીરત વૃદ્ધી સહીત આ પ્રાકૃતીક દેનનો સદઉપયોગ અવીરત થઇ રહ્યો છે .અને આવનારા દિવસોમાં આ વિકાસની ગતી અવિરત રહેનાર છે.
પ્રધાનમંત્રી અધ્યક્ષતામાં મંગળવારે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ અત્યાધુનિક શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા) ના વિકાસને મંજૂરી આપી છે, જે રાષ્ટ્રીય શિપ રિપેર ઇકોસિસ્ટમનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (કંડલા) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા રૂ.1570 કરોડ.ના સંયુક્ત રોકાણ સાથે સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ માં 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ અને સંબંધિત મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બ્રાઉનફિલ્ડ ફેસિલીટીનો સમાવેશ છે.
આ પ્રોજેક્ટથી કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના બંદરો અને દરિયાઈ ક્ષેત્રને નવી દિશા મળશે અને પ્રદેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. વિશેષ રીતે આ પ્રોજેક્ટ વાડીનાર અને આસપાસના વિસ્તારોમાં રોજગારની તકો ઉભી કરશે, ઔદ્યોગિક વિકાસને ગતિ આપશે અને ભારતની સમુદ્રી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
સંસદસભ્ય પૂનમબેન માડમ એ રજુઆત કરી હતી કે શીપ રીપેરીંગ અંગેનો આવો કોઇ પ્રોજેક્ટ જામનગર કે દ્વારકા જીલ્લાના દરીયા કાંઠે જરૂરી છે. આ રજુઆતને ધ્યાને લઇને સમગ્ર પણે આ આધુનીક ટેકનોલોજી સભર ખૂબ મહત્વનો પ્રોજેક્ટ મંજુર કરવા અંગે સંસદસભ્ય પૂનમબેન માડમ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને બંદર-શીપીંગ મંત્રી સરબાનંદ સોનવાલ નો આભાર વ્યક્ત કર્યો છે. અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિકાસ વધુ એક યશકલગી ઉમેરાઇ છે તેમ પણ જણાવાયુ છે.
આ પ્રોજેક્ટ કૌશલ્ય વિકાસ માટેની તકો પણ ઊભી કરશે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન કરશે, જ્યારે આસપાસના વિસ્તારમાં દરિયાઈ આનુષંગિક સેવાઓ અને ખજખઊજના વિકાસને સક્ષમ બનાવશે.આ પ્રોજેક્ટ સ્થાનીક, પ્રાદેશીક અને રાષ્ટ્રીય અર્થતંત્રની ગતીશીલતા સાથે કદમ મીલાવશે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુદરતી સંપતી દરીયાઇ વિસ્તારનો મહતમ ઉપયોગ થશે જે અનેક રીતે મહત્વનું ગણાય છે.

પ્રોજેક્ટની ખાસીયત
આ પ્રોજેક્ટ 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ અને સંબંધિત મરીન ઇન્ફાસ્ટ્રક્ચર સાથે બ્રાઉનફિલ્ડ ફેસિલીટી તરીકે આયોજિત છે. વાડીનારનો કુદરતી ઉંડો ડ્રાફ્ટ . મુખ્ય દરિયાઈ માર્ગો સાથેનું જોડાણ અને મુંદ્રા તેમજ કંડલા જેવા મુખ્ય બંદરો સાથેની તેની નિકટતા તેને સમારકામની કામગીરી માટે, ખાસ કરીને મોટા વ્યાપારી અને વિદેશી ધ્વજવાળા જહાજો માટે એક શ્રેષ્ઠ સ્થાન બનાવે છે.