Jai Hind

એસ.ટી.ના ખાનગીકરણ સામે તા.25મીથી લડતના મંડાણનું યુનિયનો દ્વારા એલાન

મુખ્યમંત્રી પાસે ન્યાય માટે રજુઆત: યોગ્ય ન્યાય નહી મળે તો રાજયવ્યાપી આંદોલનની તૈયારી

એસ.ટી. નિગમમાં વિવિધ સેવાઓનું થઈ રહેલ સતત ખાનગીકરણ સામે છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહેલા એસ. ટી. કર્મચારીઓનાં ત્રણે માન્ય યુનિયનોએ અંતે ખાનગીકરણનાં નિર્ણય સામે લડતનો ધોકો પછાડયો છે અને તા.25/5થી રાજય વ્યાપી લડતનું એલાન કરી દીધુ છે. ત્રણે યુનિયનોએ એસટીમાં થઈ રહેલા ખાનગીકરણને અટકાવવા માટે રાજયના મુખ્યમંત્રી અને ના મુખ્યમંત્રી પાસે પત્ર દાદ માંગી છે અને ખાસ પત્ર પાઠવી જણાવેલ હતું કે ગુ.રા.મા.વા.વ્ય. નિગમ (એસટી નિગમ) ખાતે સર્વિસો/શીડયુલોના કેન્સલેશન સંદર્ભે 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટર ખાનગી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટર બેઈઝ ઉપર લેવા નિગમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે. ઉકત બાબતે ધ્યાન દોરતા જણાવવાનું કે હાલ નિગમ ખાતે ડ્રાઈવર કંડક્ટરની ભરતીની પ્રક્રિયા પ્રક્રિયા ખુબ જ જટીલ છે તેને સરળ બનાવવી જોઈએ.
રાજયના જુદા જુદા છતા (વિભાગ) વાઈઝ ડ્રાયવર, કંડક્ટરની ભરતી કરવી જોઈએ. શૈક્ષણિક લાયકાત કરતા ડ્રાઈવીંગ સ્કીલને વધુ મહત્વ આપવું જોઈએ. નિ ગમના જુદા જુદા વિભાગો દ્વારા નવીન એકસપ્રેસ/આંતર રાજય રૂટ શરૂ કરવાની મંજુરી મધ્યસ્થ કથેરી પાસે માંગવામાં આવે છે. આવા વધારાના કુની ગણતરી કુલ જરૂરીયાત પ્રમાણેની સંખ્યા સાથે ભરતી થવી જોઈએ તે મુજબના કુ ગણવામાં આવે છે કે કેમ? તે ચકાસી ન વીન ભરતીમાં તેની ગણત્રી કરવી જોઈએ. નિગમના કુલ ડ્રાઈવર કંડક્ટરની જગ્યામાં લીવ રીઝર્વ સ્ટાફ રેશીયો ગણતરીમાં લઈ સરકારની મંજુરી માંગવી જોઈએ. જેનું સ્વાસ્થ્ય સારૂ છે. ફરજ માટે ફીટ છે અને જેઓ ફરજ બજાવવા ઈચ્છુક છે તેવા નિગમના નિવૃત ડ્રાઈવર કંડકટરને આધારિત વર્ષના વેઈટ ડ્રાઈવર, કંડલા લેવા જોઈએ. ફરજ ઉપર છે ડબલ ડયુટી કર્મચારી પાસેથ અને તેઓને ના ટાઈમ ચુકવવોમાં કંડકટરને પુન: કોન્ટ્રાકટ બેઝ ઉપર કરાર આધારિત નોકરી ઉપર લેવા જોઈએ. અગાઉ આજ રીતે લેવાયેલ છે. ગમે તે વર્ષના વેઈટીંગ લીસ્ટ પૈકીના ઉપલબ્ધ ડ્રાઈવર, કંડકટરને કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર લેવા જોઈએ. હાલ જે ડ્રાઈવર કંડક્ટર ફરજ ઉપર છે તેઓ પૈકીના જે કર્મચારી ડબલ ડયુટી કરવા ઈચ્છુક હોય તેવા કર્મચારી પાસેથી ડબલડયુટી ફરજો લેવા અને તેઓને નવીન સુધારેલ દરે ઓવર ટાઈમ ચુકવવો જોઈએ. જેથી કેન્સલેશન માં ઘટાડો થાય.
આ ઉપરાંત ખાનગી એજન્સી પાસેથી લેવાના કોન્ટ્રાકટ પધ્ધતિના કારણે વહીવટ દ્વારા ખાનગી એજન્સી મારફત આઉટસોસીંગથી ડ્રાઈવર કંડકટરને મર્યાદિત સમય માટે કોન્ટ્રાકટ બેઈઝ ઉપર લેવાની ચર્ચા કરેલ. પરંતુ આવી ભરતી કરવાની નિગમમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીના હિત અને હકકને નુકશાન થ વાની પુરેપુરી સંભાવનાઓ રહેલી છે. નિગમના કાયમી કર્મચારી અને ખાનગી એજન્સી મારફત લેવાયેલ કર્મચારીઓ વચ્ચે એક યા બીજા કારણોસર ઘર્ષણ થવાની શક્યતા, ખાનગી એજન્સી મારફત લેવાયેલ કંડક્ટર કક્ષાના કર્મચારીઓ સીધી જ રીતે નાણાકીય વ્યવહાર સાથે સંકળાય તો મોટા પ્રમાણમાં નાણાકીય ગેરરીતિ થવાની સંભાવના, અકસ્માતના કિસ્સા નિગમ ઉપર નાણાકીય ભારણ વધવાની શકયતા છે.
આ ઉપરાંત હાલમાં નિગમ ખાતે ભાડા કરાર આધારીત બસો ભાડે લેવાની કાર્યવાહી થઈ રહી છે જે પણ નિગમ હિતમાં નથી. આવી લોન-કોન્ટ્રાકટ એજન્સી મારફતે આઉટ સોર્સીંગથી લેવાના કર્મચારીઓ તે નિગમનું ખાન ગીકરણ તરફનું પ્રથમ પગલુ હોવાનું એસટી નિગમના તમામ કર્મચારીઓનું માનવું છે માટે આવી કાર્યવાહી આઉટસોર્મીંગથી ડ્રાઈવર કંડક્ટર જેવા તથા વાહનો ભાડે લેવાની કાર્યવાહી તાત્કાલીક અસરથી અટકાવવા વિનંતી કરીએ છીએ. આમ છતા પણ જો આવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો આ મુદ્દે નિગમના કર્મચારીઓ આચર્યજનક કાર્યક્રમો થકી તા.25/5થી સ્વયંભુ આંદોલન કરશે.