Jai Hind

હવે સુગરક્રીક પાસેથી ડ્રગ્સના 10 પેકેટે મળ્યા

સપ્તાહની અંદર દરિયાકાંઠેથી 30 ડ્રગ્સના પેકેટ મળ્યા

ગાંધીધામના દરિયાકાંઠા વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો ફરી શરૂ થયો છે. હવે સુગરક્રીક પાસેથી ડ્રગ્સના 10 પેકેટે બીનવારસું મળી આવતા પોલીસે ડ્રગ્સના પેકેટ કબજે કર્યા હતા. સપ્તાહની અંદર દરિયાકાંઠાના ત્રણ વિસ્તારમાંથી ડ્રગ્સના 30 પેકેટે બિનવારસુ મળી આવતા પોલીસે પેટ્રોલીંગ વધાર્યું છે.
દરિયાઈ વિસ્તારમાં સાગર કવાયત દરમ્યાન પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવતું હતું ત્યારે ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા હતા. મેડી બીઓપીથી 8 કીલોમીટર અંદર સુગરકીક ટાપુ પર એક કીલોના એક એવા દસ પેકેટ મળી આવ્યા હતા, જે અંગે નારાયણ સરોવર પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં 70 થી વધુ પેકેટ મળી આવ્યા છે. અને હજુ પણ દરિયો રફ હોવાથી વધુ પેકેટ મળી આવવાની સંભાવના હોવાનું જાણવા મળ્યું છે.