છુટા પૈસા માટે થતા રકઝક નહીવત બની ડિજીટલ પેમેન્ટથી મુસાફરી સરળ બની
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનૂકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. આકંડાઓ તેની સાબિતી પુરે છે. હાલમાં, નિગમની દૈનિક આવકમાં લગભગ 30 ટકા આવક કેશલેસ માધ્યમોથી થાય છે. રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી. ૠજછઝઈ હવે ઞઙઈં, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ આધારિત ઓનલાઇન પેમેન્ટ સહિતના અનેક ડિજિટલ વિકલ્પો દ્વારા ટિકિટ ચુકવણીની સુવિધા આપે છે. એટલુ જ નહીં. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શક્તામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં પ્રવાસ કરતા મુસાફરો વિવિધ ડિજિટલ માધ્યમોથી પેમેન્ટ કરી શકે છે. આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.