અકસ્માતોથી 45 મરણ થતાં પરિવારજનોને રૂપિયા 6,75,000ની થશે સહાય
રાજ્ય અને દેશમાં દુર્ઘટનાઓમાં અવસાન પામેલ વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે શ્રી મોરારિબાપુ સંવેદના સહાય અર્પતા રહ્યાં છે.
છેલ્લાં કેટલાક દિવસોમાં અકસ્માતોથી 45 મરણ થતાં પરિવારજનોને રૂપિયા 6,75,000 સહાય થશે.
શ્રી મોરારિબાપુ રામકથા સાથે જ માનવીય સંવેદનાનો સંદેશો કેન્દ્રમાં રાખતાં રહ્યાં છે અને દેશ દુનિયામાં સાંપ્રત સનાતન મૂલ્યો પિરસી રહ્યાં છે. રાજ્ય અને દેશમાં દુર્ઘટનાઓમાં અવસાન પામેલ વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે શ્રી મોરારિબાપુ સંવેદના સહાય અર્પતા રહ્યાં છે.
છેલ્લાં કેટલાક દિવસોમાં અકસ્માતોથી 45 વ્યક્તિઓનાં મરણ થતાં આ પરિવારજનોને રૂપિયા 15 હજાર લેખે કુલ રૂપિયા 6,75,000 સહાય થશે. આ યાદી મુજબ મધ્યપ્રદેશ સ્યોપુરના રહેવાસી પરિવારની ગાડી રાજસ્થાન કોટા પાસે સળગી જતાં 5 વ્યક્તિ, રાજકોટમાં આજી તળાવમાં ડૂબી જતાં 4 વ્યક્તિ, ભાવનગરનાં યાત્રિકોને સોમનાથ જતાં બસ પલટી જતાં થયેલ અકસ્માતમાં 2 વ્યક્તિ, જમ્મુમાં તૂટેલાં નાળાના સમારકામ દરમિયાન શ્રમિકો પૈકી 3 વ્યક્તિ, ઉત્તરપ્રદેશમાં બલિયામાં ધાર્મિક વિધિ દરમિયાન ગંગામાં ડૂબી જતાં 4 વ્યક્તિ, પંચમહાલમાં હાલોલ પાસે સુધારા ગામનાં દેવ જળાશયમાં ડૂબી જતાં 2 વ્યક્તિ, ઉત્તરપ્રદેશમાં પડેલાં તોફાની વરસાદથી થયેલ તારાજીમાં 23 વ્યક્તિ અને રાજકોટ ગોંડલ માર્ગ પર વાહન અકસ્માતમાં લૌકિકે ગયેલાં થાનગઢના પરિવારની 2 વ્યક્તિ મરણ પામેલ છે. આમ આ ભોગ બનનારનાં પરિવારને રૂપિયા 15 હજાર લેખે સહાય થશે.
શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત આ સંવેદના સહાય આ પરિવારને સીધા અથવા જે તે રાજ્યોમાં મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા મોકલવામાં આવશે.