દ્વારકા નજીક આવેલા પવિત્ર નાગેશ્વર મહાદેવ મંદિરે આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે પોતાની ધર્મપત્ની ડો. ઇન્દુ રાવ સાથે ભાવભેર દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં પહોંચતા જ મંદિર ટ્રસ્ટ અને પૂજારી મંડળ દ્વારા તેમનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો. રાવે ભગવાન નાગેશ્વરના ચરણોમાં શીશ નમાવી રાજ્યમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ અખંડિત રહે તેવી પ્રાર્થના કરી હતી. આ અવસરે મંદિરના પૂજારી ગિરધરભારતી બાપુ, જયદીપભારતી તથા મહેન્દ્રભારતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડો. રાવ અને ડો. ઇન્દુ રાવને આશીર્વાદ પાઠવી ધાર્મિક વિધિઓ કરાવી હતી.