75 હેક્ટર જમીન ઉદ્યોગને આપવાની તૈયારી સામે સિંહ અને વન પ્રેમીઓમાં રોષ : વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વાતને નકારી કાઢી : જાફરાબાદના બાબરકોટના સરપંચના પ્રતિનિધિ કહે છે : જમીન કંપનીને સોંપવાથી ગામડામાં ઘર્ષણ વધશે
દેશની શાન ગણાતા સાવજો માટે જંગલ બચાવવા અને સિંહ સંવર્ધન માટે કરોડો રૂપિયા રાજય સરકાર ખર્ચ કરી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં જંગલમાં સિંહોના બદલે ઉદ્યોગને પ્રાધાન્ય આપતા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે જાફરાબાદ તાલુકાના બાબરકોટ નજીક ખાનગી કંપની ઉધોગ માટે ધારી ગીર ડિવિઝન હેઠળ આવતા વનવિભાગ પાસેથી ખાનગી કંપનીને માઇનિંગ માટે 75 હેકટર જમીન આપવા માટેની હિલચાલ ચાલતી હતી પરંતુ હવે ટુક સમયમાં માઇનિંગ માટે જમીન સોંપવા માટેની તૈયારી ચાલી રહી હોવાનો વનવિભાગના કર્મચારીઓમા ગણગણાટ ચાલી રહ્યો છે. આ મુદ્દે ધારી ગીર પૂર્વ ડિવિઝન મારફતે અભિપ્રાય હકારાત્મક પોઝીટિવ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે આ ઘટના બાદ ધારી ગીર પૂર્વ ડિવિજન ડીસીએફ વિકાસ યાદવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટેલીફોનીક સંપર્ક થયો નહિ.75 હેકટર જમીન જંગલની કિંમતી હોવા છતાં વનવિભાગના ઈંઋજ કક્ષાના અધિકારી દ્વારા દેશની શાન ગણાતા સાવજોની ચિંતા સુરક્ષા છોડી ઉધોગને સમર્થન આપવાની તૈયારી સામે રોષનો માહોલ સર્જાયો છે આ ઘટનામાં જો માઇનિંગ માટે જંગલ આપવામાં આવશે તો સિંહો સહિત વન્યજીવો ઉપર મોટી અસર પડશે સરકાર જંગલ બચાવી શકતી નથી અને જે બચ્યું છે તેને ઉધોગને આપવા માટેનો નિર્ણય કોણ કરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
માઇનિંગની મંજૂરી આપવાથી સિંહો પર ખતરો વધશે ઘર્ષણ વધી શકે છે
માઇનિંગની મંજૂરીથી પર્યાવરણ અને સિંહો પર ખતરો એકમાત્ર સુરક્ષિત પટ્ટો સિંહોના રહેણાંક માટે પરંતુ આ નાશ થાય તેવી ભીતિ વ્યાપી છે બાબરકોતની આસપાસ જમીનમાં પહેલેથી જ મોટાભાગે વિસ્તારમાં માઇનિંગ થય ગયું હોવાથી માત્ર એક પટ્ટો બાકી છે તે પણ છીનવાઈ જશે તો સિંહો અને માનવ વસવાટ વચ્ચેના ઘર્ષણમાં વધારો થશે.સિંહ પ્રેમી મયંક ભટ્ટએ જણાવ્યું ધારી ગીર પૂર્વ દ્વારા બાબકરોટ પાસે ખાનગી કંપનીને 75 હેકટર જમીન માઇનિંગ માટે આપવા માટેનો કારસો ચાલી રહ્યો છે આ ગંભીર બાબત છે વન્યજીવો માટે આ રિઝર્વ ફોરેસ્ટની જગ્યા છે તે ખાનગી કંપનીને આપવાથી સિંહો વનયજીવોનું નિકંદન કરવા માટેનો કારસો છે.75 હેકટર જમીન છે જેમાં છેલ્લી સિંહ વસ્તીગણત્રી કરવામાં આવી છે જેમાં વનવિભાગએ કબુલ્યું છે 40 સિંહો છે.છેલ્લા 3 મહિનામાં સિંહો માટે અવલોકનમાં બાબરકોટ વિસ્તારમાં 51 જેટલા સિંહો છે. આ રીતે માઇનિંગની જમીન આપવી અને સિંહોનું રહેઠાણ છીનવવુ તે બિલકુલ યોગ્ય ન કહેવાય સરકાર બેવડી નીતિ કેમ કરી રહી છે. માઇનિંગની કંપની બીજી જગ્યા ફળવે છે કોસ્ટલના સિંહોના વર્તુળ અલગ હોય છે સિંહો માટે બીજી જગ્યા સિંહો માટેની વ્યવસ્થા કરે છે તો શું સિંહો ત્યાં રહેશે? કોસ્ટલના સિંહોનો પ્રથમ અભ્યાસ કરવો જોઈએ 2016થી આજ સુધી વનવિભાગના અધિકારીઓ દ્વારા આ પ્રપોઝલ નકારી કાઢી હતી હવે જે અત્યારે જમીન ખાનગી કંપનીને ફાળવવાનો કારસો ઘડાય રહયો છે વનવિભાગ અને સરકારની બેવડી નીતિ સામે સવાલો ઉઠે છે.
બાબરકોટ માઇન્સ વિસ્તારમાં 40 સિંહોનો વસવાટ
જાફરાબાદ તાલુકાના બાબરકોટ નજીક આવેલ ખાનગી ઉધોગની માઇન્સ માઇનિંગ માટે ધમધમી રહી છે આ માઇન્સ વિસ્તારમાં સિંહો વસવાટ કરી રહ્યા છે ઉપરાંત બાજુમાં રહેલ રિઝર્વ ફોરેસ્ટની જમીન જંગલ તેમાં પણ સિંહો વસવાટ કરી રહ્યા છે અંદાજીત 40 જેટલા સિંહ ફરી રહ્યા છે સિંહ સિંહણ સિંહબાળ ગ્રૂપ સાથે પૂનમ અવલોકન વિવિધ રિપોર્ટમાં કાગળ ઉપર નોંધાયેલ હોવા છતા ઉચ્ચ અધિકારીઓ કેમ ઉધોગને સમર્થન કરી રહ્યા છે?
વનમંત્રીએ આ વાત નકારી દીધી
રાજય સરકારના કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડીયાને મીડિયાએ સવાલ પૂછતા કહ્યું અમારા ધ્યાને નથી આવ્યું અમારે કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટની જગ્યામાં માઇનિંગની મંજૂરી આપવામા આવતી નથી અને આવશે પણ નહીં અમારે આ પ્રકારે અમારા સુધી કોઈ પ્રકરણ આવ્યું નથી અને આવશે તો પણ ફોરેસ્ટ વિસ્તારમા આ પ્રકારની મંજૂરી આપતા નથી અને આપવાના પણ નથી.વનવિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રિઝર્વ ફોરેસ્ટની 75 હેકટર જંગલ જમીન માઇનિંગ માટે સોંપવા માટે હવે તૈયારી છે અભિપ્રાય ડિવિઝન ઓફિસથી હકારાત્મક આપવામાં આવતા અનેક સીનયર અધિકારીઓ ચોકી ઉઠ્યા છે આ અંગે સરકારનું હવે વલણ નરમ રહેશે કે કડક તે તો આવનારો સમયજ બતાવશે.બાબરકોટ સરપંચ પ્રતિનિધિ અનકભાઈ સાંખટએ જણાવ્યું બાબરકોટ ગામમાં ખાનગી કંપની નજીક સિંહો માટે રિઝર્વ જમીન 70 હેકટર આવેલ છે આ જમીન માઇનિંગ માટે કંપનીને સોંપવા માટે કાગળ ઉપર કામગીરી થય રહી છે એવા સમાચાર અમને મળ્યા છે અત્યાર સુધીમાં વનવિભાગના તમામ અધિકારીઓને રિપોર્ટ નેગેટીવ આપવામાં આવ્યા હતા પરંતુ અમને જાણવા મળ્યું છે ધારી વનવિભાગના અધિકારીઓએ પોઝીટિવ અભિપ્રાય આપવામાં આવ્યા છે અમારા વિસ્તારમાં સિંહો ખુબજ મોટી સંખ્યામાં રહે છે આ જમીન કંપનીને સોંપવાથી ગામડામાં ઘર્ષણો પણ વધશે અમારી મુખ્યમંત્રીને વિનંતી છે આ જમીન કંપનીને સોંપવામા ન આવે અને અમારા વિસ્તારમાં સિંહ ન હોવાનો ખોટો અભિપ્રાય જે અધિકારીએ કંપની સાથે મળી આપ્યો છે તેની સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત છે.