ઉંચા ભાવ છતા એપ્રિલ-25 ફેબ્રુ-26ના ગાળામાં સોનાની આયાત 29% વધી 69 બિલિયન ડોલર
નવી દિલ્હી: પાંચ રાજયમાં ચુંટણીના ધુરંધર વિજય અને તેની ઉજવણી બાદની વાસ્તવિકતા સામે આવવા લાગી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે રીતે દેશના નાગરિકો માટે પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણોનો ઉપયોગ ઘટાડવા બિનજરૂરી વિદેશ પ્રવાસ પણ ટાળવા અને સોનાની પણ જરૂરી ન હોય તેવી ખરીદી ન કરવા સલાહ આપી છે તેનો પ્રથમ આંચકો શેરબજારને લાગ્યો છે. સેન્સેકસ 1000 પોઈન્ટનો કડાકો થતા રોકાણકારોના લાખો કરોડો ધોવાયા અને માર્કેટને તૂટવા માટે વધુ કારણ આવી ગયુ છે. ઈરાન યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રુડના 105 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યા છે. વડાપ્રધાને ઈંધણની ચિંતા કરી છે. વર્ક ફ્રોમ હોમ, કાર શેરીંગ, પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવા અને વિદેશી ખરીદી ઓછી કરવા અપીલ કરી છે. હાલના સંજોગોમાં આ સલાહ જરૂરી હતી. બીજુ લોકોને ભવિષ્યના મોંઘા ઈંધણના ભાવ માટે માનસીક તૈયાર કરવાનો હેતુ છે પણ અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતની સાચી ચિંતા કરન્ટ એકાઉન્ટની ખાધ છે. દેશમાં વિદેશી નાણા આવે છે અને જે આયાતથી વિદેશી નાણા પરત જાય છે તેની ખાધ વધી રહી છે. તેમાં મોંઘા ક્રુડતેલ- તૂટતા રૂપિયા એ ચિંતા વધારી છે. જો કે ભારતની કરન્ટ એકાઉન્ટ ખાધ યુદ્ધ શરૂ થયુ તે પુર્વે પણ વધતી હતી. રિઝર્વ બેન્કના ડેટા મુજબ તે 13.2 બીલીયન ડોલર ઓકટો-ડિસેમ્બર 2025ના ગાળામાં હતી જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 11.5 બીલીયન ડોલર હતી અને તેમાં યુદ્ધના કારણે ક્રુડઓઈલ મોંઘુ થતા તે ચિંતા વધી. ભારત તેની આવશ્યકતાના 85% ક્રુડ તેલ આયાત કરે છે અને ભારત જે કુલ નિકાસ કરે છે. વિદેશથી ભારતીયો નાણા મોકલે છે તેના કરતા આ આયાત જ વધુ છે. આમ વડાપ્રધાને સંદેશ આપી દીધો છે. પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડો કારણ કે તે મોંઘા થવાના છે. હવે સોનુ ઓછુ ખરીદવા વડાપ્રધાને કહ્યું ભારતીયોના સોનાપ્રેમ જાણીતો છે અને તે સલામતી રોકાણ પણ છે. હવે શું ભારતમાં વડાપ્રધાનની સલાહ માની સોનુ ખરીદી એક વર્ષ મુલત્વી રાખશે! અર્થશાસ્ત્રીઓ કહે છે કે મોંઘા ક્રુડતેલની આયાત તથા વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાથી ભારતનું આયાત બિલ વધ્યુ જ હતું તેમાં મોંઘા સોનાની આયાતે ચાલુ ખાતાની ખાધ હોવાથી ગત વર્ષે એપ્રિલથી આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં સોનાની આયાત 29% વધી 69 બિલિયન ડોલરની થઈ છે. હવે સોનુ આયાત કરવામાં ડોલરનો મોટો ઉપયોગ હાલ છે. ભારતની કરન્ટ એકાઉન્ટ ખાધમાં સોનાની આયાતનો ફાળો ક્રુડતેલ પછી બીજા ક્રમે છે. ભારતની કરન્ટ એકા. ખાધ 80 બીલીયન ડોલર છે તો સોનાની આયાત 60 બીલીયન ડોલર છે. હવે ક્રુડતેલ-સોનુ જ આપણું કિંમતી વિદેશી હુંડીયામણ ખાઈ જાય છે. વડાપ્રધાને વિદેશી પ્રવાસ જો જરૂરી હોય તો જ કરવા કહ્યું છે. કારણ કે વિદેશ પ્રવાસ સમયે લોકો ડોલર બહાર લઈ જાય છે. હવે વિદેશ પ્રવાસ એક સ્ટેટસ સિમ્બોલ પણ મોદી કહે છે કે સામાન્ય દિવસોમાં તથા નેકલેસ બનાવો કે હાર, પેટ્રોલની ટાંકી ફુલ કરો, થાઈલેન્ડ ફરવા જાવ તેની ચિંતા સરકાર કરતી નથી પણ હવે તે દેશની ખાધ વધારે છે.