Jai Hind

55 વર્ષ પૂરા કરનાર અને બિન કાર્યક્ષમ કર્મચારીઓને પાણીચુ પકડાવવાની તૈયારી

ગુજરાત સરકારે વિવિધ વિભાગો પાસેથી 11 મુદ્દાની વિગતો મંગાવી

રાજ્ય સરકાર દ્વારા હવે જે કર્મચારીઓ 55 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને ’પાણીચું’ પકડાવાની તૈયારી કરી છે. સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગો પાસેથી 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની 11 મુદ્દાઓની વિગત મંગાવવામાં આવી હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર ગ્રુપ-1થી ગ્રુપ-4 સુધીના એવા કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી છે. જેઓ 1 ઓક્ટોબર 2026થી 31 ડિસેમ્બર 2026 દરમિયાન 55 વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય. સરકાર હવે આવા કર્મચારીઓના છેલ્લા કેટલાય વર્ષોના સેવા રેકોર્ડ, ગુપ્ત અહેવાલો, શિસ્તભંગની કાર્યવાહી અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરશે.
30 મે સુધીમાં માહિતી મળ્યા બાદ સરકાર કડક કાર્યવાહી કરી શકે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવાનો છે. લાંબા સમયથી નબળી કામગીરી કરનાર અથવા બિનઉત્પાદક કર્મચારીઓ સામે કાર્યવાહી માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમામ વિભાગોને 30 મે 2026 સુધીમાં માહિતી મોકલવા સૂચના આપવામાં આવી છે. માહિતીના આધારે રાજ્ય સરકાર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરી શકે છે.