Jai Hind

કોઇ ઉદ્ઘાટન કે ભવ્ય સમારોહ વિના ૩૦૦ નવી એસટીની બસ આજથી સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે

પ્રોટોકોલને બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો સરકારનો અભિગમ: સંધવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશના સંસાધનોના કરસકરભર્યા ઉપયોગ અને ‘ઇંધણ બચાવો માટે કરેલી અપીલન્ો ગુજરાત સરકારે સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદૃર્શન હેઠળ આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટો પર એક સાથે ૩૦૦ નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સ્ોવામાં કાર્યરત કરવામાં આવશે. આ નિર્ણયની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આટલી મોટી સંખ્યામાં બસોનું લોકાર્પણ હોવા છતાં, કોઇપણ પ્રકારના ભવ્ય ઉત્સવોન્ો બદૃલે જનકલ્યાણન્ો સર્વોપરી રાખવાનો છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધાન્ો વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આ પ્રેરણાદૃાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીત્ો આવા મોટા પ્રોજકેટ્સના લોકાર્પણ પ્રસંગ્ો બસોન્ો દૃૂર-દૃૂરથી પ્રોટોકોલ મુજબ કાર્યક્રમ સ્થળે લાવવા-લઇ જવામાં અને ભવ્ય આયોજનોમાં હજારો લિટર ઇંધણ ત્ોમજ લાખો રૂપિયાના સરકારી નાણાંનો વ્યય થતો હોય છે.