પીએમની અપીલને પગલે ઈંધણ બચાવવા સીએમ એક્શનમાં : સરકારી વિભાગોમાં વર્ક ફ્રોમ હોમની તૈયારી

કેબિનેટ બેઠકમાં તમામ વિભાગોના પ્રધાનોને લોકાર્પણ-ખાતમુહુર્તમાં વાહનોના કાફલા સાથે જવાની મનાઈ

મિડલ-ઈસ્ટમાં યુદ્ધને પગલે સર્જાયેલી વૈશ્ર્વિક ઈંધણ કટોકટીના પગલે વડાપ્રધાને તાજેતરમાં ઈંધણનો ખર્ચ ઘટાડવા પેટ્રોલ-ડિઝલના વાહનો ઓછો ઉપયોગ કરવા કરેલી અપીલને પગલે આ મામલે સરકારી તંત્ર માત્ર હરકતમાં આવ્યું છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ સરકારી વિભાગોમાં વર્કફ્રોમની સુચના કેબિનેટ બેઠકમાં આપી હતી. વાહનોના કાફલા ન લઈ જવા સૂચના આપી હતી.
આજે યોજાયેલ કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ પ્રધાનોને પોતાના ભિાગોના ખર્ચમાં ઘટાડો કરા અને વર્ક ફ્રોમ હોમની સંભાવનાઓ ચકાસવા સુચના આપી હતી. કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ પ્રધાનોને પોતપોતાના વિભાગમાં ઇંધણનો ખર્ચ ઘટાડવા ખાસ તાકીદ કરવા સાથે શકય હોય તેવા વિભાગોમાં વર્ક ફ્રોમ હોમની શકયતા ચકાસી આ માટે કાર્યની રૂપરેખા તૈયાર કરવા પણ સુચના આપી હતી. જો કે પ્રધાનોને લોકાર્પણ અને ખાતમુહુર્ત સહીતનાં કાર્યક્રમોમાં જાની છુટ આપવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમોમાં જવા માટે વાહનોના કાફલા લઇ જવાની મનાઇ કરવામાન આવી છે. આજની બેઠકમાં તમામ સરકારી વિભાગોમાં પેટ્રોલ-ડીઝલ સાથે અન્ય ખર્ચા કઇ રીતે ઘટાડી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેનું અમલીકરણ ઝડપથી થાય તેવી પણ સુચના અપાઇ હતી. દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરવામાં આવી છે. સરકારી ઓફિસોની 50 ટકા બેઠકો હવે ઓનલાઈન કરવામાં આવશે. ત્યારે ગુજરાતના સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવા અંગે સરકારે વિચારણા શરૂૂ કરી છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના વર્ક ફ્રોમ અંગે જલ્દી જ સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. વર્ક ફ્રોમ હોમ અથવા રોટેશન પ્રમાણેની કામગીરી અંગે સરકારની વિચારણા છે. કેબિનેટ બેઠકમા ચર્ચા કરાયા બાદ આખરી નિર્ણય લેવાશે. પેટ્રોલ ડીઝલની બચત અંગે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ શરૂૂ કરવા વિચારણા કરાઈ છે. વડાપ્રધાનની અપીલ બાદ 50 ટકાથી વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અપાયું છે. વર્ક ફ્રોમ હોમના કારણે વીજ બિલમાં ઘટાડો અને ફ્યુઅલ બચાવ થશે.

સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમની કર્મચારી ફેડરેશન દ્વારા માંગ
ધી ગુજરાત સચિવાલય ફેડરેશને પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાતની ધરતી પરથી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, “વર્ક ફ્રોમ હોમ” અને વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિકતા આપવા સહિતની કરાયેલ અપીલ અત્યંત સમયોચિત, દૂરંદેશી અને રાષ્ટ્રહિતમાં છે. ગુજરાત સચિવાલય રાજ્યની વહીવટી વ્યવસ્થાનું કેન્દ્રસ્થ હૃદય સમાન છે, જ્યાં દરરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ આવન-જાવન કરે છે. આ કારણે વિશાળ પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ થાય છે, ટ્રાફિકનું દબાણ વધે છે તેમજ કિંમતી માનવશક્તિ અને સમયનો પણ વ્યય થાય છે. કોરોના મહામારી દરમિયાન સચિવાલય સહિતના સરકારી વિભાગોમાં “વર્ક ફ્રોમ હોમ”, ઈ-ઓફિસ અને વર્ચ્યુઅલ મિટિંગ વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ હતી અને અનેક કામગીરી અસરકારક રીતે સંપન્ન થઈ હતી. આજની પરિસ્થિતિમાં ફરીથી ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિને સુવ્યવસ્થિત સ્વરૂૂપે અમલમાં મૂકવી સમયની માંગ બની છે. આથી, ધી ગુજરાત સચિવાલય ફેડરેશનની રાજ્ય સરકાર સમક્ષ કેટલીક માંગ કરી છે. જે મુજબ સચિવાલયના જે વિભાગોમાં કામગીરીની પ્રકૃતિ અનુરૂૂપ શક્ય હોય ત્યાં તબક્કાવાર “વર્ક ફ્રોમ હોમ” અથવા “હાઈબ્રિડ વર્કિંગ મોડલ” અમલમાં મૂકવામાં ભારત સરકાર તથા અન્ય રાજ્ય સરકારના ધોરણે ગુજરાત રાજ્યમાં વહીવટીતંત્ર માટે સાપ્તાહિક કામકાજના 05 દિવસો અમલ કરવા અને ’વર્ક ફોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા પ્રોટોકોલ અને વહીવટી નિયમો બહાર પાડવા માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ