નાર્કોટિકસ ટીમે ચુપચાપ એક રિક્ષામાં આવીને ઓપરેશન પાર પાડયું: ડ્રગ્સની કિંમત અબજોમાં
મુંદ્રા બંદરે પોર્ટની જેટીમાં રૂા.140 કિલોનો ડ્રગ્સનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની નાર્કોટિકસ ટીમે ચુપચાપ રિક્ષામાં આવીને ઓપરેશન પાર પાડયું હતું. આ મામલે એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે.
સત્તાવાર પૂર્ણ વિગતો રાત્રે હજુ સુધી બહાર પડાઈ નથી, પણ વિશ્ર્વસનીય જાણકારો કહે છે કે, અમદાવાદ નાર્કોટિક્સની ટીમ અહીં આ ક્ધટેનર આવ્યું એ પહેલાંથી જ ચૂપચાપ એક સાદી રિક્ષામાં પહોંચી આવી હતી અને મુંદરા કસ્ટમની એસ.આઈ.આઈ.બી. શાખાની મદદથી ચોક્કસ ક્ધટેનરને પકડીને ટ્રાન્સવર્લ્ડ સીએફએસ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં તપાસ આદરતાં 140 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સત્તાવાર રીતે આયાતી માલ તરીકે વૂલ આયાત કરવાનું દર્શાવાયું હતું. પણ ડ્રગ્સ નીકળતાં એજન્સી ચોંકી ઊઠી હતી.
વધુ માહિતી મુજબ આશ્ર્ચર્યની વાત એ છે કે આ જથ્થો મગાવનાર આયાતકાર મુંદરાની પાર્ટી છે અને નાર્કોટિક્સ અમદાવાદે તેને પણ ઝડપીને એની હાજરીમાં જ ક્ધટેનર ખોલ્યું હોવાનો સત્તાવાર સૂત્રો દાવો કરે છે. સૂત્રોએ ઉમેર્યું કે, સામાન્ય ડ્રગ્સની કિંમત એક કિલો દીઠ દસ લાખ રૂૂપિયા ગણતાં 14 કરોડ જેવી થવા જાય અને જો એમડી ડ્રગ્સ નીકળે તો કિલો દીઠ અંદાજે બેથી ત્રણ કરોડ રૂૂપિયાની કિંમત ગણતાં આશરે 300થી 400 કરોડ રૂૂપિયાનો આ જથ્થો ભારતમાં ઘુસ્યાનું કાવતરું ગણી શકાય. જે ગંભીર બાબત ગણાવવામાં આવી રહી છે.
મુંદ્રામાં હોટેલના રૂમમાં 3 શખ્સોને 3.60 લાખના હેરોઇન સાથે દબોચાયા
મુંદરામાં પોર્ટ રોડ પર આવેલી હોટલ ટીજીઆરના રૂૂમ નંબર 25માં એસઓજીએ દરોડો પાડીને 18 ગ્રામ માદક પદાર્થ હેરોઈન સાથે પંજાબ અને હરિયાણાના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. એસઓજીના પીઆઈ એ.ડી. પરમાર અને એમ.આર. સકોરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે, ભીન્ડે બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલી હોટલમાં કેટલાક શખ્સો ડ્રગ્સ સાથે રોકાયા છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા ત્યાંથી સંદિપસિંગ ધરમસિંગ (રહે. ફિરોજપુર, પંજાબ), સતનામસિંગ જસવીરસિંગ (રહે. ફિરોજપુર, પંજાબ) અને મનજીતસિંગ ઇશ્ર્વરસિંગ (રહે. સિરસા, હરિયાણા) મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 3.60 લાખની કિંમતનું 18 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આ સાથે વજનકાંટો, મોબાઈલ સહિત 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી મનજીતસિંગ મુંદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે પોતે નશાનો બંધાણી છે. તેને ડ્રગ્સની સપ્લાય પૂરી પાડવા માટે સંદિપ અને સતનામ ખાસ પંજાબથી મુંદરા આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી બે ઈન્જેક્શન પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આ શખ્સો લિક્વિડ ફોર્મમાં નશો કરવા માટે કરતા હતા. જોકે, પોલીસ ત્રાટકી ત્યારે ડ્રગ્સ હજુ પાવડર ફોર્મમાં જ હતું. ત્રણેય વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ શરૂૂ કરાઈ છે.
