Jai Hind

ગાંધીધામની હોટલમાં ચાલતા નશાના નેટવર્કનો પર્દાફાશ

રૂા.2.92 લાખના માદક પદાર્થનો જથ્થો મળી રૂા.4.02 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, ફરાર થયેલા બેની શોધખોળ

પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગાંધીધામથી ભચાઉ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આવેલ નિલકંઠ પાર્કિંગમાં સ્થિત જય બાબા રામદેવ હોટેલ” (જવાહરનગર) પર દરોડો પાડીને ગેરકાયદેસર માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ-ભી માં ગુ.ર.નં. 1199300 થી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ એન. ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 15(બી), અને 29 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દસ્તાવેજ અનુસાર ગુનાનો સમય તા. 15/05/2029 ના 21:30 કલાકે અને તા. 19/05/2029 ના 00:15 કલાકનો છે.
પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જજ્યારે અન્ય બે આરોપીઓ હાજર મળી આવ્યા ન હોવાથી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે: 1. મનોઝરરામ જગમાલરામ રાઈડ (બિશ્નોઈ): (ઉંમર 26 વર્ષ), રહે. હાલ- નિલકંઠ પાર્ક રામદેવ હોટેલ, જવાહરનગર, તા. ગાંધીધામ (મૂળ રહે. અનવાના, તા. ભાવળી, જિ. જોધપુર, ચુનારામ ભગારામ ખોત ઉંમર 46, રહે.હાલ નિકલંઠ પાર્ક રામદેવ હોટેલ જવાહરનગર તા.ગાંધીધામ (મૂળ રહે. સવા કી બેરી, મોઠારા ખૂડ, તા. ધોરીમળા, જિ. 4. બાલોતરા, ભાલોતરા, રાજસ્થાન) – (ધરપકડ) 3. દેવારામ ઉર્ફે દેવો ગુમનારામ: રહે. મૂળ રાજસ્થાન (તાજર મળી આવેલ નથી) 4. અનિલ મેઘવાળ: રહે. નીમય, મધ્યપ્રદેશ (મોબાઈલ નંબર) 97528 00466 ફરાર થઇ ગયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નં. 1 અને 2. પોતાની કબજા ભોગવટા કબજા ભોગવટાની હોટેલમાં આ નશાનો કારોભાર ચલાવતા હતા. આ માદક પદાર્થનો જથ્થો આરોપી નં. 3 (દવારામ) તયિંહ મંગાવવામાં આવ્યો હતો અને આરોપી નં. 4 (અનિલ મેઘવાળ) એ. આ જથ્થો વેચાવા અર્થે પુરો પાડી આપ્યો હતો. આમ, ચારેય આરોપીઓએ એકબીજાની મદઠસારી કરીને આ ગુનાહિત કૃ છે.
આરોપીઓ પોતાની મોટેલમાં કોઈપણ પાસ કે પરમિટ વગર વેચાણ કરવાના ઈરાદે ગેરકાયદેસર મક પદાર્થ રાખતા હોવાનું ખુલ્યું કચ્છ ગાંધીધામ જમના પોલીસ સભ ઈન્સ્પેક્ટર એસ. ટી. ડી.જી. પટેલ (મોબાઈલ ને. 95558 50994), ગાંધીધામ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના યુ.એચ.સી. પ્રવિણકુમાર રામતીર્થ તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. સી.વાળા અને તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.