સૌરાષ્ટ્ર-કચ્છની 18 નગરપાલિકામાં પ્રમુખ પદે મહિલા સુકાન સંભાળશે : ઠેર ઠેર વરણીને વધાવાઈ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લોકોને નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોના નામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છની 33 મળી રાજ્યની 84 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામોની જાહેરાત કરાઈ છે.
રાજ્યની 84 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 33 નગરપાલિકા પૈકી 18 નગરપાલિકામાં પ્રમુખ પદે મહિલા બીરાજશે જ્યારે 15 નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે મહિલા આરૂઢ થઈ છે. આમ ગૃહિણીથી લઈને ડોક્ટર સુધીની મહિલાઓ હવે પાલિકાની સત્તા સંભાળશે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાતોને ઠેર ઠેર વધાવી લેવામાં આવી છે.
નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ
તાલાલા ભૂપતભાઈ હીરપરા નીશાબેન
ઉના હંસાબેન રાઠોડ મિતેશભાઈ શાહ
સાવરકુંડલા નયનાબેન કાપડિયા નુતનબેન તન્ના
ધારી જયદેવભાઈ બસીયા પરેશભાઈ પટ્ટણી
બગસરા નિરવભાઈ ગોંડલિયા વિપુલભાઈ પાંધર
અમરેલી વૈશાલીબેન માંગરોળિયા વિરલભાઈ પોપટ
દામનગર ભાવનાબેન ગોસ્વામી મીરાબેન ચૌહાણ
બાબરા રંજનબેન પરવાડિયા યોગેશભાઈ શુકલ
ખંભાળિયા વિજયભાઈ કણઝારિયા આશાબા ગઢવી
ગોંડલ મનીષાબેન ગોવાણી મનીષભાઈ રૈયાણી
ચોટીલા લલીતકુમાર જાદવ પ્રતાપભાઈ ખાચર
વાંકાનેર રમેશબાઈ વોરા માધવીબેન દવે
વેરાવળ નરેશભાઈ ગોહેલ હેમીબેન જેઠવા
સિક્કા સારાબેન વાઘાણી નિશાબેન ગોસ્વામી
ભૂજ શીતલ શાહ બિંદિયાબેન ઠક્કર
અંજાર ધર્મિષ્ઠાબેન માંડેકા પરેશભાઈ માલસત્તર
માંડવી વર્ષાબેન જોશી ંમુકેશભાઈ રાબડિયા
મુંદ્રા-બારોઈ ભોજરાજ ગઢવી આશાબેન સોરઠિયા
નખત્રાણા વસંતભાઈ વાઘેલા દમયંતિબેન સંઘાણી
કેશોદ પ્રતિજ્ઞાબેન દેવળિયા ચંદ્રિકાબેન ભોપાળા
વાંકાનેર રમેશભાઈ વોરા માધવીબેન દવે
ટંકારા પંકજબાઈ કોરલિયા સરોજબેન ખોખણી
માળિયા મી. હારુન સંઘવાણી નુરાઅલી
સુત્રાપાડા મનીષાબેન બારડ વેજીબેન પંપાણીયા
જામરાવલ મોતીબેન પરમાર મોહનભાઈ વાઘેલા
વલ્લભીપુર ધરમબા ગોહિલ સંજયભાઈ ભલાણી
પાલીતાણા સુલોચનાબેન મકવાણા વિરેન્દ્રસિંહ સરવૈયા
મહુવા મિતલબેન જોશી જયપાલસિંહ વાળા
ધ્રાંગધ્રા દામિનિબેન ગોવાણી સહદેવસિંહ જાડેજા
પાટડી હિતેષભાઈ રાવલ મંજુબેન ઠાકોર
લીંબડી રીનાબેન ત્રિવેદી રીટાબેન ચૌહાણ
બોટાદ અશ્ર્વિનભાઈ ખસિયા છેલાભાઈ ખીર
બરવાળા અમૃતાબેન ધોલરિયા બલરાજભાઈ ખાચર