Jai Hind

વિધાનસભા અધ્યક્ષ દ્વારા ચાર નાણાંકિય સમિતિઓને બિન હરીફ ચૂંટાયેલી જાહેર કરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આજે વિધાનસભાની મહત્વપ્ાૂર્ણ ચાર નાણાંકીય સમિતિઓન્ો વર્ષ ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષ માટે બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવી છે. શંકર ચૌધરી દ્વારા ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ ૧૫૬ (૧) અન્વયે અંદૃાજ સમિતિના પ્રમુખ તરીકે સી.જે. ચાવડા (વિજાપુર), જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે પંકજ દૃેસાઇ (નડીઆદૃ), જાહેર સાહસો માટેની સમિતિના પ્રમુખ તરીકે રમણ વોરા (ઇડર), અને પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે ઉદૃય કાનગડ (રાજકોટ-પ્ાૂર્વ)ની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની આ સમિતિઓ રાજ્યના નાણાંકિય વ્યવસ્થાપન, જાહેર ખર્ચની સમીક્ષા, જાહેર સાહસોની કામગીરીના મૂલ્યાંકન ત્ોમજ પંચાયતી રાજ સંસ્થાઓના કાર્ય પર દૃેખરેખ રાખવામાં મહત્વપ્ાૂર્ણ ભૂમિકા ભજવે છે.