Jai Hind

કેંટાબિલે બોટાદમાં નવો સ્ટોર શરૂ કરી ગુજરાતમાં રિટેલ નેટવર્કને બનાવ્યું મજબૂત

દેશના અગ્રણી એપેરલ મેન્યુફેક્ચરર અને રિટેલર કેંટાબિલ રિટેલ ઇન્ડિયા લિમિટેડે ગુજરાતમાં તેના રિટેલ વ્યવસાયનો વિસ્તારને આગળ વધારતા બોટાદમાં એક નવો સ્ટોર શરૂ કર્યો છે. આશરે 820 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ નવો સ્ટોર પાડિયાદ રોડ પર મોગલ કૃપા રેસ્ટોરન્ટની સામે, પંજવાણી વે બ્રિજ પાસે સ્થિત દુકાન નંબર 6/7માં આવેલો છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ નવો સ્ટોર પુરૂષો માટે કેઝ્યુઅલ, પાર્ટી અને ફોર્મલ વેરની વિશાળ રેન્જ તેમજ ટ્રેન્ડી એસેસરીઝ ઉપલબ્ધ કરાવશે. કેંટાબિલ લાંબા સમયથી મિડ-પ્રીમિયમ ફેશન સેગમેન્ટમાં ગ્રાહકોમાં પ્રિય બની રહ્યું છે અને તેના આધુનિક અને સ્ટાઇલિશ કલેક્શન સાથે ફેશન ઇન્ડસ્ટ્રીમાં મજબૂત ઓળખ બનાવી રહી છે.
આ પ્રસંગે બોલતા, કંપનીના ડિરેક્ટર દીપક બંસલે જણાવ્યું, “અમે બોટાદમાં નવા મેન્સ અને એસેસરીઝના એક્સક્લુસિવ સ્ટોરની શરૂઆતને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. કેટાંબિલને ગ્રાહકો તરફથી સતત જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. નવો સ્ટોર ગ્રાહકોને ફેશન-ફોરવર્ડ એપેરલ અને એસેસરીઝની વિશાળ રેંજ ઉપલબ્ધ કરાવશે. સમગ્ર ભારતમાં મજબૂત ઉપસ્થિતિ સાથે, અમે આગામી વર્ષોમાં અમારા રિટેલ નેટવર્કને વધુ વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”