જુનાગઢ, અમરેલી, બોટાદ સહિતના શહેરમાં એક ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં 21, 22, 23 અને 24 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા ભેજના કારણે પૂર્વ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન પવનની ગતિ આંધીવંટોળ સાથે ભારે રહેવાની શક્યતા છે. આ દરમિયાન 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના આંચકા આવી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદની સંભાવના. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં 1 ઈંચથી વધુ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જામનગર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. હાલ પૂરતી ભારે વરસાદ કે વાવાઝોડાની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અંબાલાલ પટેલે ચોમાસાના આગમનને લઈને પણ મહત્વની તારીખો જાહેર કરી છે. 23 મે સુધી આંદામાન નિકોબાર દ્વીપસમૂહ પર ભારે વરસાદની શક્યતા. ત્યારબાદ ચોમાસાની ગતિવિધિ શ્રીલંકાના પૂર્વ કિનારા પર જોવા મળશે. 26 મેના રોજ ચોમાસું કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. 10 જૂને મુંબઈ સુધીના ભાગોમાં ચોમાસું પહોંચી જશે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું વિધિવત રીતે પ્રવેશે તેવી શક્યતા છે. આ સાથે જ 15 જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાતની અસર પણ જોવા મળી શકે છે.