Jai Hind

આદિવાસી સમુદાયોનું આરોગ્ય સુધારવા ગુજરાતમાં જીનોમ સિક્વનસીંગ પ્રોજેક્ટનો થયો આરંભ

ટેક્નોલોજી વાપરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું
4000 આદિવાસીઓના ડીએનએ સેમ્પલનો ડેટાબેઝ બનાવાશે

ગુજરાતમાં જીનોમ સિકવન્સીંગ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. 4000 જેટલા આદિવાસીઓના ડીએનએ સેમ્પલનો ડેટાબેઝ બનાવાશે. ગુજરાતમાં આદિવાસી સમુદાયોના આરોગ્ય સુધારવા અને જીનેટિક રોગોને મૂળમાંથી સમજવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વાકાંક્ષી પહેલ હાથ ધરી છે. ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4 હજાર જેટલા બાયોલોજિકલ સેમ્પલ એકત્રિત કરવામાં આવશે અને તેમાંથી લગભગ 2000 વ્યક્તિઓના સંપૂર્ણ જિનોમનું સિક્વેન્સિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત આદિજાતિ સમુદાય માટે ખાસ જિનોમિક ડેટાબેઝ તૈયાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (ૠઇછઈ) અને બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આજે આ બંને સંસ્થાઓ દેશની ટોચની સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, હાલ આદિવાસી સમુદાયોમાં ખાસ કરીને સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, એનિમિયા, ૠ6ઙઉ ડિફિશિયન્સી તેમજ કેટલાક પ્રકારના કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગોને શરૂૂઆતથી જ અટકાવવા માટે જીનોમ સિક્વન્સિંગ જરૂૂરી બન્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 4000 સેમ્પલ લેવામાં આવશે, જેમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાન પ્રમાણમાં સમાવેશ થશે. કુલ 20 જેટલા આદિજાતિ સમુદાયોનો સમાવેશ થશે અને તેમાંથી 2000 જેટલા સેમ્પલનું સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. આ ડેટાના આધારે સમુદાયોને રોગો સામે કેવી રીતે લડવું અને લગ્ન પહેલા જીનેટિક માર્ગદર્શન આપવામાં મદદ મળશે. ગુજરાતનો આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોના આરોગ્યમાં મૂળભૂત સુધારો લાવવા સાથે જ દેશને જીનેટિક સંશોધનમાં નવી દિશા આપશે. 2000 પૂર્ણ જિનોમ સિક્વેન્સિંગનું આ અભિયાન ભવિષ્યમાં જીનેટિક રોગોને નાબૂદ કરવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે.