Jai Hind

દીવની વિધાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી પામતા ગૌરવ વધાર્યુ

શિક્ષણાધિકારી અને શાળા પરિવાર દ્વારા સન્માન કરાયું
દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિધાર્થીની હિરલ સુનિલકુમાર સોલંકીની જાપાનના ટોકિયોમાં શકુરા સાયન્સ હાઈસ્કુલ પોગ્રામમાં પસંદગી થતા દીવનું ગૌરવ વધારતા શિક્ષણાધિકારી અરવિંદ સોલંકી એ.ડી.ઈ.આઈ પ્રમોદ સોલંકી, શાળાના આચાર્ય વિજય બામણીયા, સિનિયર શિક્ષક મનોજ બારિયા, દિવ્યેશ બારિયાએ હિરલનું પુષ્પગુચ્છથી સન્માન કર્યુ હતું. અને શુભેચ્છા પાઠવી હતી. હિરલ સાથે શાળાના શિક્ષક કલ્પેશ સોલંકી રહેશે અને જાપાનમાં આ પોગ્રામ સાત દિવસનો રહેશે.