કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિૃવસોમાં દૃેશના સરહદૃી વિસ્તારોના મહત્વપૂર્ણ પ્રવાસે જશે. દૃેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સરહદૃી વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા માટે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવી રહૃાો છે. ગૃહમંત્રી ૨૫ મેની રાત્રે બિકાનેર પહોંચશે અને ત્યારબાદૃ સવારે મ્જીહ્લની સાંચૂ બોર્ડર ચોકીની મુલાકાત લેશે.
અહીં તેઓ સુરક્ષા જવાનો સાથે સંવાદૃ કરશે તેમજ જવાનો માટેની કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદૃ બપોરે ૨ વાગ્યે બીકાનેરમાં સરહદૃી સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહ મંત્રાલય, રાજસ્થાન સરકાર, બીએસએફના અધિકારીઓ તેમજ પાંચ સરહદૃી જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિક્ષકો હાજર રહેશે. બેઠકમાં સરહદૃી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ૨૯ મેના રોજ ગૃહમંત્રી ભુજની મુલાકાત લેશે. અહીં તેઓ બીએસએફની સરહદૃી ચોકીની મુલાકાત સાથે હરામી નાળા વિસ્તારનું નિરીક્ષણ કરશે.
ત્યારબાદૃ ૫ જૂને ત્રિપુરા અને ૧૫ જૂન આસપાસ પશ્ર્ચિમ બંગાળના સરહદૃી વિસ્તારોની મુલાકાત લેવાની યોજના છે. બીકાનેર પ્રવાસ દૃરમિયાન ગૃહમંત્રી પાકિસ્તાન સરહદૃ પર હાઈબ્રિડ યુદ્ધ અને ડ્રોન હુમલાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ‘સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ અને નવી સુરક્ષા વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. આ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન, રડાર, આધુનિક કેમેરા અને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરહદૃને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવાની તૈયારી કરવામાં આવશે.