Jai Hind

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને આખરે જામીન

ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર ૧૪૧.૨૭ કિ.મી.ની સ્પીડે ગાડી હંકારી નવ લોકોન્ો કચડી નાખી મોતન્ો ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદૃરેશ અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની ખંડપીઠે આખરે તથ્ય પટેલન્ો જામીન પર મુકત કર્યો છે. ૨૦મી જુલાઇ ૨૦૨૩ના રોજ તથ્ય પટેલની ધરપકડ કરી ત્યારથી જેલમાં હતો આશરે ૧૦૩૨ દિૃવસ જેલમાં રહૃાા બાદૃ સુપ્રીમ કોર્ટએ જામીન પર મુકત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલ સામે ચાર્જફ્રેેમ કરવા માટે ૮૫૩ દિૃવસ લાગ્યાં હતા. સુપ્રીમ કોર્ટના નિર્દૃેશ બાદૃ ચાર્જફ્રેમ કર્યા બાદૃ જામીન અરજી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટએ મહત્વના સાક્ષીઓની જુબાની ત્રણ માસમાં પુરી કરાવ માટે નિર્દૃેશ આપ્યો હતો. જેના પગલે અમદૃાવાદૃ ગ્રામ્ય કોર્ટએ ત્રણ માસમાં પુરી કરવા માટે નિર્દૃેશ આપ્યો હતો. જેના પગલે અમદૃાવાદૃ ગ્રામ્ય કોર્ટએ ત્રણ માસમાં કુલ ૨૮ સાક્ષીઓની જુબાની અને ઉલટ તપાસ પુરી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તપાસનીશ અધિકારી દ્વારા કેસનો પ્રગતિ અહેવાલ એફિડેવીટમાં રજુ કર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરવામાં આવી હતી.
ઇસ્કોન બ્રિજ પર ગત ૨૦મી જુલાઇ ૨૦૨૩ના રોજ રાત્રે ૧૪૧.૨૭ કિ.મી.થી વધુની સ્પીડે બ્ોફામ રીત્ો જેગુઆર ગાડી તથ્ય પ્રજ્ઞેશ પટેલે હંકારીન્ો નવ નિર્દૃોષોન્ો કચડી નાખીન્ો મોતના ઘાટ ઉતાર્યા હતા. આ અક્સ્માતમાં ૧૩થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રાફિક પોલીસ્ો આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ આઇપીસીની વિવિધ કલમો અને મોટર વ્હીકલ એકટની કલમો હેઠળ, ૧,૬૮૪ પાનાનું ચાર્જશીટ દૃાખલ કરી દૃીધું હતું. જેમાં કુલ ૧૯૧ સાક્ષીઓ દૃર્શાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટએ ૨૦મી ફેબ્રુ.ના રોજ મહત્વના સાક્ષીઓની જુબાની ત્રણ માસમાં પુરી કરવા નિર્દૃેશ આપીન્ો ૨૭મી મેના રોજ સુનાવણી રાખી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં તથ્ય પટેલની જામીન અરજીની સુનાવણી હાથ ધરવાામાં આવી હતી.