Jai Hind

લોકરક્ષક દળ ઉમેદવારોની લેખિત પરીક્ષા 14મી જૂને

શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવાર ઓજસ પોર્ટલ પરથી 6 જુને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

લોકરક્ષક દળ-એલઆરડી ઉમેદવારોની 14 મી જુને લેખીત પરીક્ષા યોજાશે. ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાનું સપનું જોતા અને લાંબા સમયથી કછઉ (લોકરક્ષક દળ) ની તૈયારી કરતા યુવાનો માટે બહુ જ સારા અને રાહત આપનારા સમાચાર છે. જે ઉમેદવારોએ ગ્રાઉન્ડ (શારીરિક કસોટી) પાસ કરી લીધું છે, તેમની લેખિત પરીક્ષાની ફાઇનલ તારીખ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ મહત્વની પરીક્ષા આવનારી 14 જૂન, 2026 ના રોજ લેવામાં આવશે અને તેના માટેના કોલલેટર 6 જૂનથી ડાઉનલોડ થવાના શરૂૂ થઈ જશે. ભરતી બોર્ડના સત્તાવાર જાહેરનામા (ૠઙછઇ/202526/ 1) મુજબ રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ ઓજસ (વિિંાંત:// જ્ઞષફત.લીષફફિિ.ં લજ્ઞદ.શક્ષ) પર જઈને જરૂૂરી વિગતો નાખીને કોલલેટર ડાઉનલોડ કરવાના રહેશે. બોર્ડે તમામ ઉમેદવારોને તાકીદ કરી છે કે છેલ્લી ઘડીની ઉતાવળ ટાળવા માટે સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા. આ ઉપરાંત, કોલલેટરમાં આપેલી પરીક્ષાને લગતી તમામ સૂચનાઓ એકવાર ધ્યાનથી વાંચી લેવી. ખાસ સુચના આપવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કછઉ ની આ ભરતી માટે લાખોની સંખ્યામાં યુવાનોએ ભારે ઉત્સાહથી ફોર્મ ભર્યા હતા. ભરતીનો પહેલો તબક્કો એટલે કે ફિઝિકલ ટેસ્ટ (દોડ અને શારીરિક માપદંડ) સફળતાપૂર્વક પૂરો થઈ ગયો છે. હવે જેઓ તેમાં પાસ થયા છે તેમના માટે આ લેખિત પરીક્ષા આરપારની લડાઈ સમાન છે.
પરીક્ષાની તારીખ સામે આવતા જ ઉમેદવારોમાં નવો જોશ જોવા મળી રહ્યો છે અને સૌએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂૂ કરી દીધું છે. આજના ડિજિટલ યુગમાં ખોટી માહિતી બહુ જલ્દી ફેલાતી હોય છે. આથી, પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને ખાસ ચેતવ્યા છે કે: સોશિયલ મીડિયા (જેમ કે વોટ્સએપ કે ફેસબુક) પર ફરતી થતી પરીક્ષાને લગતી કોઈ પણ ખોટી અફવાઓ કે ગેરમાર્ગે દોરતી વાતો પર બિલકુલ વિશ્ર્વાસ ન કરવો. પરીક્ષા સંબંધિત કોઈપણ નવી અપડેટ કે સત્તાવાર માહિતી માટે ફક્ત અને ફક્ત ઘઉંઅજની ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવું.