Jai Hind

તાકીદે પુરતો સ્ટાફ ભરવા માગણી રાજુલા રેન્જમાં સૌથી વધારે સિંહોની સંખ્યા અને 6 ફોરેસ્ટરોની જગ્યા ખાલી


સ્ટાફની ઘટના કારણે સિંહોની સ્થિતિ ખરાબ બની જાફરાબાદ રેન્જમાં ત્રણ ફોરેસ્ટરોની જગ્યા ખાલી

ગુજરાત સરકાર સિંહો અને વન્યપ્રાણી માટે કરોડો રૂપિયામા ખર્ચ કરી વન્યપ્રાણી માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્ટાફની જગ્યા પુરવામા આવતી નથી જેના કારણે વધુ સ્થિતિ ખરાબ બની રહી છેઅમરેલી જિલ્લામા આવેલ પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ આવેલ રાજુલા જાફરાબાદ રેન્જમાં સ્ટાફની મોટી ઘટના કારણે સ્થિતિ ખરાબ બની છે સિંહોની સંખ્યા સૌથી વધુ સતત ખુલ્લામા વસતા સિંહો સામે વનવિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી મોટાભાગે જગ્યા ખાલી હોવાને કારણે વધારે દોડધામ મચી હતી.
રાજુલા રેન્જમા ધારેશ્વર રાઉન્ડના ફોરેસ્ટરની જગ્યા ખાલી,રાજુલા રાઉન્ડ ફોરેસ્ટરની જગ્યા ખાલી,બાબરીયાધાર રાઉન્ડ ફોરેસ્ટરની જગ્યા ખાલી,વિકટર રાઉન્ડ ફોરેસ્ટની જગ્યા ખાલી,રેલવે ટ્રેક રાઉન્ડ ફોરેસ્ટરની જગ્યા ખાલી,સૂચિત રેસ્કયુ રાઉન્ડ ફોરેસ્ટરની જગ્યા ખાલી માત્ર એક ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ફોરેસ્ટર હાજર છે રેન્જ કચેરી ઓફીસ ક્લાર્કની જગ્યા ખાલી અન્ય 12 બીટ ગાર્ડ 1 આર.એફ.ઓની જગ્યા ભરેલી છે.
જાફરાબાદ રેન્જમા નાગેશ્રી ફોરેસ્ટરની જગ્યા ખાલી,ટીંબી રાઉન્ડ ફોરેસ્ટરની જગ્યા ખાલી,જાફરાબાદ એનિમલ કેર સેન્ટરમાં ફોરેસ્ટર અને બીટ ગાર્ડની જગ્યા ખાલી હોવાથી અન્ય ફોરેસ્ટર પાસે ચાર્જથી કામગીરી ચલાવવામાં આવી રહી છે.
રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક સિંહોના વિસ્તાર માંથી દર 25 મિનિટએ ગુડ્સ ટ્રેન દોડે છે સિંહોની અવર જવર ક્રોસિંગ 24 કલાક થાય છે આ ઉપરાંત રાજુલા જાફરાબાદ કોસ્ટલમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે તાજેતરમાં સિંહોના વાહન અડફેટે મોત થયા છે જાફરાબાદ રેન્જમાં સિંહોની અવર જવર મોટાભાગે સિંહો ખુલ્લેઆમ ફરે છે સિંહોની સુરક્ષા વધારવા માટે રાજય સરકાર તાકીદે નવા સ્ટાફ માટે ભરતી કરવા માટેની માંગણી ઉઠી છે.