Jai Hind

અમરેલી-રાજુલા-ઉનામાં મીની વાવાઝોડું ફુંકાયું: સુ.નગર-રાજકોટમાં અસહ્ય બફારો

આગામી સાત દિવસ વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે: જાફરાબાદમાં પ્રથમ વરસાદથી પાણી ભરાયા: પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે રાજયના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. શનિવારની મધરાતે મહીસાગર, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ અને સાબરકાંઠા, ઉના વિસ્તારમાં મીની વાવાઝોડુ ફુંકાયું હતું. વિજળીના કડાકા-ભડાકા સાથે ધોેધમાર વરસાદ વરસ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સરયુલેશન સક્રીય થતા રાજયમાં પ્રિ-મોનસુન એટિવીટી શરૂ થઇ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલી પ્રજાને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જાફરાબાદમાં પ્રથમ વરસાદથી પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલી ખુલી હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટબેન્સ ટ્રફ અને સાયકલોનીક સકર્યુલેશનની અસર આગમાી 7 દિવસ સુધી જોવા મળશે. રાજયમાં પવનની ગતીમાં પણ વધારો જોવા મળશે. આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટરની રહેશે. ત્યારબાદના દિવસોમાં પવનની ગતી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રવિવારે રાજકોટમાં બપોરના સમયે આકરા તાપ અને અસહ્ય બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.
શનિવારની મધરાતથી બનાસકાંઠા, મહીસાગર, હિંમતનગર, અરવલ્લી, સુરત સહીતના શહેરોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જયારે રવિવારે સવારે રાજુલા, અમરેલી, સોમનાથ, ઉના પંથકમાં મીની વાવાઝોડું ફુંકાયું હતું. ગામોના રાજમાર્ગો પાણી પાણી થઇ ગયા હતા.
કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજુલા શહેરમાં ગઈકાલે રાત્રે ત્રણથી ચાર વખત વરસાદના ધીમા ઝાપટા પડ્યા હતા. રાત્રિના ઝાપટાથી સમગ્ર શહેરમાં પાણી-પાણી થઈ ગયું અને લોકોને ઠંડકનો લાભ મળ્યો હતો. પરંતુ આ કમોસમી વરસાદથી સવારની ઠંડક પછી બપોરે 11 વાગ્યા બાદ ભારે તડકો જામતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
રાત્રિના ઝાપટાથી જગતનો તાત જાગૃત થયો છે. આ વરસાદથી ખેડૂતો બિયારણ, ખાતર અને બાકી રહેલા ખેડાણમાં જોરદાર કામે લાગી ગયા છે. અગાઉની ગરમીને કારણે અટકી ગયેલી વાવણીની તૈયારીઓ આજથી ફરી વેગ પકડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ ઝાપટાથી જમીનમાં ભેજ આવતા વાવણી માટે માહોલ બની ગયો છે.
રાત્રિના સમયે વરસાદના ઝાપટાથી રાજુલાની અગાસીઓ અને રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે રાત્રીના ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. પરંતુ બપોરે 11 વાગ્યા પછી તડકો એટલો જામ્યો કે કાયમ કરતા વધારે ગરમીનો અહેસાસ થયો. શહેરીજનો વરસાદ બાદ પણ પરસેવાથી નાહી રહ્યા હતા.
જાફરાબાદ મચ્છી માર્કેટ માં પ્રથમ વરસાદી ઝાપટા થી પાણી ભરાયા
જાફરાબાદ તા/31/05/2026 ના રોજ વહેલી સવારે વરસાદ ની એન્ટ્રી થઈ હતી 20 મીની સુધી વરસેલા વરસાદે નગરપાલિકા ની વિકાસ ગાથા ની પોલ ખોલી નાખી હતી બસ સ્ટેશન ના મેન ગેટ પાસે જ મસમોટા તણાવનું નિર્માણ થયું અહીં બનેલો આરસીસી રોડ ની એક ઝલક જોવા મળી હતી આ પાણી નું તણાવ ભરાતા મુસાફરો આ તણાવના પાણી માંથી પસાર થતા પાલિકા ના વિકાસ ની ખુશી વ્યક્ત કરી હતી તો બીજી બાજુ મચ્છી માર્કેટની અંદર નો નજારો જોતા અને વહેલી સવારે મહિલાઓ આ માર્કેટમાં ખરીદી માટે આવતા અને આ વરસાદી પાણી ભરાઇ જતાં તે પાણી દુર્ગંધ મારતું હોવા છતાં ના છુટકે ચાલવા મજબુર પરંતુ આ મચ્છી માર્કેટમાં પ્રથમ વરસાદ પડતાં ની સાથે પાણી ના તણાવો ભરાઇ જતાં પાથરણાવાળા ની મુશ્કેલી વધી કારણકે જ્યાં વરસાદી પાણી ભરાતા પોતાની રોજીરોટી પણ પાણી ફરી વળ્યા જ્યાં બેઠી પોતાનો ધંધો ચલાવતા ત્યાંજ વરસાદી પાણી ભરાઇ જતાં લારીઓમાં સામાન હોવા છતાં ગ્રાહકો આ વરસાદી પાણી ના કારણે આવતા ન હોવાથી પાલિકા સામે રોષ ભભુકી ઉઠયો હતો પ્રથમ વરસાદ ના ઝાપટા એ પાલિકા ની પ્રિ- મોન્સુન કામગીરી ની લોલમલોલ ની પોલ ખોલી નાખી હતી મચ્છી માર્કેટમાં પ્રથમ વરસાદી પાણી ભરાઇ જતા કાદવકીચડ ના કારણે લપસીને ન પડી જવાય તે માટે અમુક પાથરણાવાળા લારી નાખી પોતાનો વેપાર હલાવતા લોકો દ્વારા પોતાના હાથમાં પાવડા લઈને પાણી બહાર કાઢવા ના પ્રયાસો કરવા આવ્યા હતા પરંતુ જેની જવાબદારી છે. તે પાલિકા ના કોઈ કર્મચારી કે ક્લીન ઇમેજની શેખી મારતાં સદસ્યો પણ ડોકાવા પણ આવ્યા નથી આ વિકાસ ની પ્રથમ વરસાદી ઝાપટા એ પાલિકા ની કામગીરી ની લોલમલોલ પોલ ખોલી નાખી હતી આ વરસાદી પાણી ભરાઇ જતાં પાથરણાવાળા લારી ધરાવતા વેપારીઓ દ્વારા પાલિકા સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
પાલિકા દ્વારા જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઇ જતા હોય ત્યાં ત્યાં પાણી ના નિકાલ માટે ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પાથરણાવાળા વાળા લારીધરોકો માંથી માંગ ઉઠી છે.