શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો
રાજયમાં નવી 98 સરકારી માઘ્યમીક અને ઉચ્ચતર માઘ્યમીક શાળાને મંજુરી અપાઇ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 98 સરકારી સ્કૂલ શરૂૂ થશે. રાજ્ય સરકારે બિન-આદિજાતિ વિસ્તારની 85 સરકારી માધ્યમિક શાળા, 3 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા તથા આદિજાતિ વિસ્તારની 10 સરકારી માધ્યમિક શાળા શરૂૂ કરવાની મંજૂરી આપી છે. જેના પગલે હવે રાજ્યમાં નવી 95 સરકારી માધ્યમિક સ્કૂલ અને 3 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ શરૂૂ થશે. સરકારે બિન-આદિજાતિ વિસ્તારની 88 સ્કૂલ માટે 346નો સ્ટાફ અને આદિજાતિ વિસ્તારની 10 સ્કૂલ માટે 40નો સ્ટાફ મળી કુલ 386નો સ્ટાફ પણ મંજૂર કર્યો છે. નવી શાળા માટે ઊભી કરેલી જગ્યાઓ માટે રૂા.4.43 કરોડની જોગવાઈ પણ કરી છે. મંજૂર થયેલી સ્કૂલ પૈકી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 સરકારી સ્કૂલને મંજૂરી મળી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે 100 ટકા નામાંકન અને ઝીરો ડ્રોપ આઉટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના અભિયાનના ભાગરૂૂપે રાજ્યમાં નવી 95 સરકારી માધ્યમિક સ્કૂલ અને 3 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ શરૂૂ કરવાની વહીવટી મંજૂરી આપી દેવાઈ છે. જેમાં અમદાવાદ ગ્રામ્યને બે નવી સરકારી માધ્યમિક અને એક નવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની ભેટ મળી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વર્ષ 20રફિળય26-27ની અંદાજપત્રીય જોગવાઈ હેઠળ આ શાળા તેમજ તેના મહેકમના પગારભથ્થાં અને કચેરી ખર્ચ માટે કુલ 4.43 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. સરકારના આ અભિગમથી ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે.