Jai Hind

જીએસએફએની 48મી વાર્ષિક સાધારણ સભા પરિમલ નથવાણીની અધ્યક્ષતામાં મળી

ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ માટે પસંદગી પામી રહ્યા છે.
આજે અમદાવાદમાં મળેલી જી.એસ.એફ.એ.ની 48મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. જી.એસ.એફ.એ.ના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતની શુભાંગી સિંઘે અઋઈ ઞ-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમજ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી. જ્યારે ખુશ્બુ સરોજે ઞ-17 અને ઞ-20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે જઅઋઋ વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી અઋઈ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા પણ હતા.
જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની પ્રગતિ વિષે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે જી.એસ.એફ.એ.ના પ્રયાસ અને પ્રોત્સાહનથી ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલની રમતના ઓફિશિયલ્સ પણ નામના મેળવી રહ્યા છે. જી.એસ.એફ.એ. સાથે સંકળાયેલા ગુજરાતના શક્તિસિંહ ચૌહાણે ઋઈંઋઅ કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત વિશાલ વાજા તેમજ રચના કામાણી ઋઈંઋઅ ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા.
આ વર્ષે ગુજરાતમાં અઈંઋઋ ટુર્નામેન્ટો ઉપરાંત ટ્રાઈબલ ગેમ્સ, 10 જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.